અલ્પેશ ઠાકોર માટે રાધનપુર બેઠકને લઇ રસ્તો સાફ, દિલીપ ઠાકોરએ આપ્યું મહત્વનું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 17:49:30
  • Views : 723
  • Modified Date : 2019-09-15 17:49:30

ભાજપ દ્વારા પેટાચૂંટણીને અનુલક્ષીને બેઠકો દૌર શરૂ કરવામાં આવ્યો છે. પાટણના સમીમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. રાધનપુર બેઠક પર જીત મેળવવા સમીના મોમાઇ માતાના મંદિરે યોજાયેલી બેઠકમાં સમી અને રાધનપુરના ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, દિલીપ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.આ દરમિયાન પેટાચૂંટણી પ્રભારી દિલીપ ઠાકોરએ મોટું નિવેદન આપ્યું હતું અને આડકતરો ઈશારો કરતા કહ્યું હતું કે, હવે સરકારમાં પાટણ જિલ્લાના બે ધારાસભ્યો હશે. આણ દિલીપ ઠાકોરે અલ્પેશનું નામ રાધનપુર પેટાચૂંટણીમાં નક્કી કર્યું હોય તેવો ઈશારો કર્યો હતો.


Download Our B K News Today App



Related News