અલ્પેશની મુશ્કેલી વધી, કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 14:00:23
  • Views : 611
  • Modified Date : 2019-06-24 14:00:23

ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો અલ્પેશનો ઇન્કારકોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અનેક વખત મીડિયા સાથે વાતચીત કરતા કહી ચુક્યો છે કે તે ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે તેમજ રાધનપુરના લોકોની સેવા કરતો રહેશે.કોંગ્રેસે ધારાસભ્ય પદ રદ કરવા માટે અધ્યક્ષને અરજી કરી હોવા અંગે અલ્પેશે જણાવ્યું હતુ કે, "ચૂંટણી વખતે કોંગ્રેસને મારા સમાજના મત જોતા હતા, એટલે ત્યારે મારી સામે કોઈ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ રાજકીય નફા-નુકસાનની ગણતકરી કરી રહી છે. મેં વ્હિપનો અનાદર નથી કર્યો. મારું ધારાસભ્ય પદ લેવા માટે કોંગ્રેસ હવાતિયા મારે છે. મજબૂત માણસને હેરાન કરીને કોંગ્રેસમાંથી કાઢવામાં આવી રહ્યા છે. નબળા લોકો મજબૂત અને પ્રજાના પ્રતિનિધિઓને સહન નથી શકતા. આવા નબળા લોકો બંધ બારણે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે અને મારા જેવા લોકોને ષડયંત્ર કરીને પક્ષ છોડવા મજબૂર કરે છે.""મારી સામે કરવામાં આવેલા ષડયંત્રનો હું એવો જવાબ આપીશ કે કોંગ્રેસને કળ નહીં વળે. અંદર અંદરની લડાઈને કારણે કોંગ્રેસ ગુજરાતમાં 25 વર્ષથી સત્તાની બહાર છે. ઠાકોર સમાજ અને ઓબીસીનો દીકરો હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહીને રાધનપુરનો વિકાસ કરીશ. પાંચ વર્ષ બાદ ફરીથી ત્યાં જ ચૂંટણી લડીશ."

Download Our B K News Today App



Related News