શનિવારથી તમામ 258 ગાર્ડન ખૂલશે, માસ્ક પહેરવું ફરજિયાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 15:21:03
  • Views : 291
  • Modified Date : 2020-09-03 15:21:03

       રાજ્ય સરકારે અનલૉક-4ની ગાઈડ લાઈન જાહેર કરતાં શહેરમાં શનિવારથી તમામ 258 ગાર્ડન લોકો માટે ખુલ્લા મુકાશે. આ ગાર્ડનમાં હાલ સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરાઈ છે. ગાર્ડનમાં કોઇ મેળાવડા કરીને સોશિયલ ડિસન્ટન્સિંગનો ભંગ થશે તો રોકાશે. જે બગીચામાં ગાર્ડની વ્યવસ્થા ન હોય ત્યાં પણ બગીચા વિભાગના સુપરવાઇઝર દ્વારા તપાસ કરાશે. ગાર્ડનમાં માસ્ક પહેર્યા સિવાય ફરતાં નાગરિકોને દંડ ફટકારાશે.

Download Our B K News Today App



Related News