અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 16:52:42
  • Views : 543
  • Modified Date : 2019-08-31 17:03:54

ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ રાધનપુરમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારથી ગુજરાતની રાજનીતિમાં મોટી ચર્ચાઓ થવા લાગી છે. જો કે હજી સુધી ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની તારીખને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટાચૂંટણી લડીશ તો રાધનપુરથી… અલ્પેશની દાવા સાથેની વાતો સાંભળી ભાજપના ઘણા અગ્રણી નેતાઓ અને કાર્યકરો નારાજ થયા હતા.હાલ પણ અલ્પેશ ઠાકોરને લઇને મોટો સમાચાર મળી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ વડોદરામાં આજે અલ્પેશ ઠાકોરને લઇને એક નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડે તેવા આડકતરી રીતે સંકેત આપી દીધા છે. આજે જીતુ વાઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર રાધનપુરથી પ્રચાર કરે તેમાં અમને કોઇ જ વાંધો નથી.તેમણે ઉમેર્યું કે, ‘ભૂતકાળમાં પણ જ્યાંથી રાજીનામું આપ્યું ત્યાંથી ચૂંટણી લડ્યા છે’ માટે અલ્પેશ રાધનપુરથી પ્રચાર કરે તો કંઇ વાંધો નહીં. પરંતુ છેલ્લે જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, અત્યારે તો ગમે ત્યાં જઇને પ્રચાર પ્રસાર કરે, આખરી નિર્ણય તો કેન્દ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડ જ લેવાની છે.તમને જણાવી દઇએ કે, વિધાનસભાની પેટાચૂંટણીઓની ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર થઇ નથી, તે પહેલા જ અલ્પેશ ઠાકોરે રાધનપુરથી લડવાના સંકેત આપી દીધા છે. જો કે રાધનપુરની બેઠક શંકર ચૌધરીની માનવામાં આવે છે, તેવામાં જો રાધનપુરની સીટ અલ્પેશ ઠાકોરને આપવામાં આવશે તો શંકર ચોધરી અને અલ્પેશ ઠાકોર વચ્ચે ખટરાગ પેસી શકે છે!ફરીથી એક વખત ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી રસપ્રદ બનવા જઇ રહી છે. એટલે કે, ખાસ કરીને રાધનપુરની સીટ માટે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી એમ બન્ને નેતાઓમાંથી કોના હાથમાં આવે છે અને આ સીટ પર જનતા પોતાના મૂડના આધારે કેવો નેતા ઇચ્છે છે તે આવનારો સમય બતાવશે.

Download Our B K News Today App



Related News