થરાદના ડુવા ગામે બે રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો, એક ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 13:36:54
  • Views : 642
  • Modified Date : 2020-08-16 13:36:54

    થરાદના ડુવા ગામે બાતમી મળતાં પોલીસ ટીમએ રેડ કરતાં રહેણાંક મકાનમાં કોઇ હાજર ન હોઇ રહેણાંકની અંદર તપાસ કરતાં સેટી પલંગ પર પડેલા ગોદડાં ખસેડતાં સેટી પલંગના નીચેના ખાનામાંથી બે પેટી વિદેશી દારૂ બોટલ નંગ-96 કિંમત રૂ.9600 મળી આવતાં મકાન માલિક જૂજાભાઇ સાંમતાભાઈ વજીર સામે ગુન્હો નોંધ્યો હતો. ત્યારે અન્ય એક રહેણાંક માલિકીની જગ્યામાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ-8 કિંમત રૂપિયા 800ના મુદ્દામાલ સાથે હરેશભાઇ ઈશ્વરભાઈ વજીરને ઝડપી જેલના હવાલે કરાયો છે.

Download Our B K News Today App



Related News