ખેર ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે 2 રાજસ્થાની ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 12:16:47
  • Views : 390
  • Modified Date : 2020-03-19 12:16:47

ટ વિજિલન્સની ટીમે શામળાજી પોલીસને ઉંઘતી રાખી ખેરા ગામ પાસેથી દારૂ ભરી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી 1.23 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી બે શખ્શોને દબોચી લીધા હતા. કારમાં કુખ્યાત બુટલેગર ભરત લંગડાએ અને તેના સાગરીતોએ વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને આ જથ્થો અમદાવાદ નરોડાના બુટલેગરને જથ્થો પહોંચાડવાનો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. સ્ટેટમોનીટરીંગ સેલના પીએસઆઈ એચ.વી.ચૌધરી અને તેમની ટીમે શામળાજી નજીકના ખેર ગામ પાસે વાહનોનું ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ કાર (ગાડી.નં-GJ -01 -RF 2590 )ને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 731 કીં.રૂ.123200 નો જથ્થો જપ્ત કરી દિપક સુરેશ ખરાડી અને અમરત કસરાજી ખરાડી (બંને.રહે રાજસ્થાન)ને ઝડપી પાડી મોબાઈલ નંગ-2, સ્વીફ્ટ કાર તથા રોકડ 1915 મળી કુલ.રૂ.529615 નો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો ભરી આપનાર 1)ચિરાગ પ્રકાશચંદ્ર પંચોલી,2) ભરત ઉર્ફે ભરત લંગડો ઉદેલાલ ડાંગી,3)રોનક કલાલ,4) રામલાલ (તમામ,રહે.રાજસ્થાન) અને વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર વિરુદ્ધ શામળાજી પોલીસસ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો

Download Our B K News Today App



Related News