Twitter ખરીદ્યા બાદ એવી મુશ્કેલીમાં મૂકાયા એલન મસ્ક કે ડિલ સ્થગિત કરવા ઉઠી માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 16:58:23
  • Views : 307
  • Modified Date : 2022-05-09 16:58:23

 

ટ્વીટર ખરીદ્યા બાદ હવે ડીલને અટકાવવાની થઈ માંગણી

અમેરિકન અબજોપતિ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક (Elon Musk) એ Twitter ને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની ડીલ કરી હતી. ત્યાર બાદ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'તેઓ ટ્વિટરને વધારે નવા ફીચર્સ સાથે બનાવવા ઇચ્છે છે. પરંતુ હવે એલન મસ્કે નવી તકલીફોનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે કેમકે હવે આ ડીલને અટકાવવાની માંગણી થઇ છે. 

 

ફ્લોરિડા પેન્શન ફંડે કોર્ટમાં કરી આ માંગણી 

ટ્વીટર ખરીદ્યા બાદ હવે એલન મસ્ક નવી તકલીફોમાં ફસાયા છે. ફ્લોરિડા પેન્શન ફંડે ડેલાવેયર ચાંસરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે અને માંગણી કરી છે કે ડીલ અટકાવવામાં કરવામાં આવે. ફ્લોરિડા પેન્શન ફંડની માંગણી છે કે એલન મસ્કની ડીલને ઓછામાં ઓછા 2015 સુધી રોકવામાં આવે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીનાં નિર્દેશકોએ પોતાના કર્તવ્યોનું ઉલ્લંઘન કર્યું છે. એલન મસ્ક પોતાની આ ડીલ પૂરી કરવા માટે જોરોશોરોમાં લાગ્યા છે. અત્યાર સુધી ટ્વીટર કે એલન મસ્ક તરફ આ બાબતે કોઈ પ્રતિક્રિયા મળી નથી. 

 

મસ્ક પહેલા જ ખરીદી ચૂક્યા છે 9.2 ટકાની ભાગીદારી

એલન મસ્ક પહેલા જ ટ્વિટરમાં 9.2 ટકાની ભાગીદારી ખરીદી ચૂક્યા હતા. ટ્વિટરના સૌથી વધુ 10.3 ટકા શેર એસેટ મેનેજમેન્ટ કંપની વેનગાર્ડ ગ્રુપની પાસે હતા. સાઉદી અરબના પ્રિન્સ અલ-વલીદ બિન તલાલની પાસે અંદાજે 5.2 ટકા શેર હતા. તેમણે પહેલા એલન મસ્કની રજૂઆત ફગાવી દીધી હતી.
 

 

 

Download Our B K News Today App



Related News