એરટેલે ૧૯ રૂપિયાનો સસ્તો પ્લાન લોન્ચ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 17:55:30
  • Views : 1005
  • Modified Date : 2020-02-16 17:55:30

એરટેલ કંપની ઓછી કિંમતમાં અનલિમિટેડ કૉલિંગ જેવા ફાયદા ઑફર કરે છે. એરટેલ પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની યાદીમાં 19 રૂપિયા જેવો ખૂબ સસ્તો પ્લાન પણ આપી રહી છે. જ્યાં ગ્રાહકોને ફ્રી કૉલિંગનો ફાયદો મળે છે.આ પ્લાનની તમામ વિગત એરટેલના  19 રુપિયાવાળા પ્લાનમાં અનેક ફાયદા એરટેલે પોતાના આ પ્લાનને અનલિમિટેડ કેટેગરીમાં રાખ્યો છે, એટલે કે તેમાં અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ પ્લાનની ખાસિયતની વાત કરીએ તો તે તેનું ફ્રી કૉલિંગ જ છે કારણ કે આટલી ઓછી કિંમતમાં અનલિમિટેડ ફોન  ખૂબ ફાયદારૂપ છે. આ પ્લાનની વેલિડિટી માત્ર બે દિવસની છે. તો એરટેલ ગ્રાહક 19 રૂપિયાવાળા રિચાર્જ કરાવીને બે દિવસ સુધી મફતમાં વાતો કરી શકો છો. ઇન્ટરનેટ ડેટાની વાત કરીએ તો ગ્રાહકોને તેમાં 200 MB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ફ્રી એસએમએસ ની સુવિધા નથી. 149 રૂપિયાવાળા પ્લાનમાં પણ ફ્રી કૉલિંગ એરટેલના આ પ્લાનમાં પણ યૂઝર્સને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં યૂઝર્સને કુલ 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે જ તેમાં કુલ 300 એસએમએસ પણ મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ગ્રાહકોને ફ્રી ટૂનની સુવિધા પણ મળશે. 

Download Our B K News Today App



Related News