વાયુ પ્રદૂષણને લીધે આંખની દૃષ્ટિ નબળી થઈ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 18:26:26
  • Views : 392
  • Modified Date : 2019-11-27 18:26:26

સમગ્ર દેશમાં વધતાં જતાં વાયુ પ્રદૂષણના આંકડાઓ ચિંતાનો વિષય બની રહ્યા  છે. જે સમસ્યાને વધારે ગંભીર બનાવે તેવું  રિસર્ચ યુનાઇટેડ કિંગ્ડમથી સામે આવ્યું છે. જેમાં ઇન્વેસ્ટિગેટિવ ઓપ્થ્લમોલોજી એન્ડ વિઝયુલ સાયન્સ 2019 નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ અનુસાર વધારે પડતા વાયુ પ્રદૂષણના સંપર્કમા રહેવાથી આંખોની દૃષ્ટિ નબળી પડી શકે છે.આ રિસર્ચ અનુસાર વાયુ પ્રદૂષકોના સંપર્કમાં વધારે રહેવાથી ગ્લુકોમા થવાનું જોખમ 6 ગણું વધી જાય છે.જેમાં અંધત્વ માટે જવાબદાર કારણોમાંથી એક ગ્લુકોમા છે. જે દુનિયાભરમાં 6 કરોડ લોકો પ્રભાવિત છે. આમ વધતી જતી ઉંમર અને જિનેટિક કારણોથી ગ્લુકોમા થાય છે. તેના માટે જીવનશૈલી, આંખો પર પડતું દબાણ પણ કારણભૂત છે.આમ વર્ષ 2006થી 2010 સુધી 1 લાખથી વધારે વોલન્ટિયર્સ પર કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં તમામ વોલન્ટિયર્સ વાયુ પ્રદૂષકોના સંપર્કમાં કેટલો સમય રહે છે અને કેવા પ્રકારનાં વાયુ પ્રદૂષકોના સંપર્કમાં રહે છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. જે રિસર્ચમાં વોલન્ટિયર્સ વાયુ પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષક PM 2.5ના સંપર્કમાં કેટલો સમય રહે છે તેની પણ નોંધ લેવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News