AICFF: 41 મિનિટ સુધીની ચિલ્ડ્રન ફિલ્મો બનાવો અને એવોર્ડસ જીતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 13:18:20
  • Views : 336
  • Modified Date : 2020-10-15 13:18:20

          ફેસ્ટિવલમાં કઈ રીતે ફિલ્મ સબમિટ કરી શકાશે તે અંગે વાત કરતાં ચેતન ચૌહાણે કહ્યું કે, ‘અમારા ફેસ્ટિવલનું URL: https://filmfreeway.com/aicff સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરીમાં કોઈ પણ સ્ટુડન્ટ વિનામૂલ્યે પોતાની બનાવેલી ફિલ્મ સબમિટ કરી શકે છે. ફિલ્મનું સ્ક્રીનીંગ અમારી અધિકૃત યુટ્યૂબ ચેનલ ઉપર થશે. આ વર્ષે ફેસ્ટિવલ 18 અને 19 ડિસેમ્બર 2020 દરમિયાન પસંદ થયેલી થયેલી ફિલ્મો સાથે ઓનલાઇન યોજાશે.ફિલ્મ મેકર 27 નવેમ્બર 2020 સુધી પોતાની ફિલ્મ સબમિટ કરી શકે છે.આ વર્ષે અમારા ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સાયની તથા જ્યુરી સભ્યો આરતી પટેલ અને આશિષ કક્કડ છે. ફેસ્ટિવલને અંતે વિવિધ કેટેગરીમાં એવોર્ડસ પણ એનાયત થશેઅમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ (AICFF) 2020 યોજાશે. એક માત્ર એવું પ્લેટફોર્મ છે જ્યાં દુનિયાભરના બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા દેખાડી શકે છે અને અર્થપૂર્ણ ચિલ્ડ્રન સિનેમા જોવાનો આનંદ માણી શકે છે તેવો આ ફેસ્ટિવલની બીજી એડિશન કોરોના મહામારીને પગલે ઓનલાઈન પ્લેટફોર્મ પર યોજાશે. ફેસ્ટીવલના સ્ક્રીનીંગ તથા હરીફાઈ માટે કુલ 4 કેટેગરી છે, જેમાં ચિલ્ડ્રન ફીચર ફિલ્મ (41 મિનીટ અથવા તેનાથી વધારે), શોર્ટ ફિલ્મ (૪૦ મિનીટ અથવા તેનાથી ઓછી), ડોક્યુમેન્ટરી ફિલ્મ (10 થી 40 મિનીટ) તથા સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરી (5 થી 40 મિનીટ) રહેશે. કોઈ પણ દેશની કોઈ પણ ભાષામાં બનેલી ફિલ્મો હોઈ શકે છે..

Download Our B K News Today App



Related News