AMCના ‘સાફસૂથરા’દસ્તાવેજોથી સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ શહેર પાંચમા ક્રમે, પણ લોકો માને છે કે ઠેરઠેર ગંદકી યથાવત્

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 11:44:40
  • Views : 343
  • Modified Date : 2020-08-21 11:44:40

     સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદનો પાંચમો નંબર આવ્યો છે જયારે 40 લાખથી વધુ વસતિવાળા મેગાસિટીમાં પ્રથમ નંબર આવ્યો છે. પીરાણા ડમ્પિંગ સાઈટનું પ્રોસેસિંગ શરૂ કરવામાં અમદાવાદનો નંબર ગત વર્ષ કરતા આગળ આવ્યો છે. નંબર આગળ આવવા પાછળ મ્યુનિ.એ તૈયાર કરેલુ પાવરફુલ ડોકયુમેન્ટેશન માનવામાં આવે છે. જો કે, ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે કે, શહેરમાં હજુ પણ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. અને આ જ કારણોસર પબ્લિકના ફીડબેક પણ અમદાવાદને ઈન્દોર અને સુરત કરતા ઓછા મળ્યા છે. હજુ પણ લોકો શહેર સ્વચ્છ હોવાનું માની રહ્યાં ન હોવાના કારણે મ્યુનિ.ની વ્યવસ્થા અંગે સારા પ્રતિભાવો આપતા નથી. સ્વચ્છતા માટે સૌથી મહત્ત્વની એ વાત છે કે, ભીનો અને સૂકો કચરો અલગ થઈને આવે. જો કે, અમદાવાદમાં આજે પણ 90 ટકા કચરો મિક્સ આવે છે. અર્થાત્ માત્ર 10 ટકા ભીનો અને સૂકો કચરો અલગ થઈને આવતો હોય છે. એ જ રીતે શહેરમાં જાહેર શૌચાલયો બન્યા પણ પાણીના ઠેકાણાં નથી. ફેસ ટુ ફેસ લીધેલા પ્રતિભાવોમાં સ્વચ્છતા વિષે 856.75 માર્કસ મળ્યા છે, અધર્સ સોર્સ મારફતે લીધેલા પ્રતિભાવોમાં 192.38 જયારે સ્વચ્છતા એપ પર ફરિયાદો અને તેના નિકાલ માટે 400માંથી માત્ર 192.3 માર્કસ જ મળ્યા છે.સાઈટના કચરાનું પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યુ એ શહેર માટે સૌથી સારી બાબત રહી અને આ જ કારણે અમદાવાદનો નંબર આગળ આવી શકયો. ડમ્પ સાઈટ પર લીગસી વેસ્ટ કચરાની બાયોમાઈનિંગ કામગીરી શરૂ કરી અત્યારસુધી 18 લાખ મેટ્રિક ટન થી વધારે કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે અને 10 એકર જમીન રીકલેમ કરવામાં આવી છે. પીરાણા ડમ્પિંગ સાઈટ પર બાયોમાઇનિંગ કરી પ્રોસેસિંગ શરૂ કરતા શહેરનો ક્રમાંક આગળ આવ્યો છે. જોકે 50 ટકા કચરાનું પ્રોસેસિંગ થયું હોય તો જ સર્વેક્ષણમાં 5 સ્ટાર રેટિંગ મળી શકે છે.


Download Our B K News Today App



Related News