અમદાવાદીઓને સી-પ્લેન બાદ હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ગિફ્ટ મળી શકે, રિવરફ્રન્ટમાં પ્રોજેક્ટ ફરી શરૂ થાય એવી સંભાવના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 14:15:20
  • Views : 396
  • Modified Date : 2020-10-20 14:15:20

        છેલ્લાં દશેક વર્ષથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટકેલી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની કામગીરી ફરી શરૂ થાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે. આ પહેલાં ઘણીવાર નદીમાં પાણી સ્થાયી રહેતું ના હોવાના સહિતનાં કારણોથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રોજેક્ટ પાસ કરવામાં આવતો ન હતો, પરંતુ હવે રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન સેવા શરૂ થતાં ફરીથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેસ સેવા શરૂ થતાં હવે મ્યુનિ.એ સતત નદીમાં પાણીની સપાટીને લેવલમાં રાખવી પડશે. આ માટે એએમસીએ અત્યારસુધી કામગીરી શરૂ કરી દીધી છે.અત્યારસુધીમાં જેટલી પણ વાર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ અટક્યો છે એની પાછળ સૌથી મોટું કારણ પાણીના લેવલની સમસ્યા હતી, પરંતુ હવે સી-પ્લેન આવી જતાં એ મુશ્કેલી ઓછી થતાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ ફરી શરૂ થવાની શક્યતાઓ દર્શાઈ રહી છે. સાતેક વર્ષ પહેલાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે અલગ-અલગ કંપનીઓએ ટેન્ડર મોક્યા હતા, જેમાં એક કંપનીનું ટેન્ડર પાસ પણ થયું હતું, જોકે એને પણ પાણીને સમસ્યાને લઈને અંતે એએમસી દ્વારા રદ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પહેલા સુરતમાં પણ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભરૂચમા દરિયો સ્થિર ન રહેતાં સુરતની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બંધ કરાઈ હતી.બે-ત્રણ વર્ષ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનો રૂટ નક્કી કરવા માટે મેથેમેટિક સરવેનું કામ મંજૂર કરી દેવાયું હતું, પણ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટના EOI બહાર પાડવામાં આવ્યા ન હતા, કેમ કે આ પહેલાં જ્યારે EOI બહાર પાડયા એ વખતે કોન્ટ્રેક્ટરે 11 મહિના નદીમાં પાણી રહેશે તેવી ખાતરી માગી હતી, પણ એ મ્યુનિ. આપી શકી ન હતી, જેથી એ વખતે ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ લટકી પડી હતી. હવે 12 મહિના પાણી રહે એવી સંભાવના તપાસી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટના EOI બહાર પાડવાની શક્યતા હતી, પણ ઉનાળામાં પાણી કાપની સ્થિતિને લીધે મ્યુનિ.ના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું.

Download Our B K News Today App



Related News