અમદાવાદ-કેવડિયાનું સી-પ્લેન 50 વર્ષ જૂનું! કેનેડાની કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયેલું પ્લેન ઘણીવાર વેચાયું અને લીઝ પર અપાયું, ઓપરેટરનો દાવો- પ્લેન મુસાફરી માટે સલામત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 12:42:45
  • Views : 299
  • Modified Date : 2020-10-27 12:42:45

             સી-પ્લેન માટે ગજબનો ઉત્સાહ બતાવનારા ગુજરાતીઓ માટે એક મહત્ત્વની વિગત બહાર આવી છે કે આ સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેનના સંખ્યાબંધ માલિકો બદલાઈ ચૂક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન) પાસે છે. ઉલ્લેખનીય છે કે ઉડાન સ્કીમ હેઠળ ઊડી રહેલી આ ફ્લાઇટે ગુજરાત અને દેશભરના પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છેસી-પ્લેનની ફ્લિટ ધરાવતી વાઈકિંગ એરના જણાવ્યા અનુસાર, આ પ્લેનની આયુ-મર્યાદા ઘણી લાંબી હોય છે. 1966થી 1988 વચ્ચે બનાવાયેલા ડે હેવિલેન્ડ ટ્વિન ઓટ્ટર પ્રકારનાં 844માંથી 450 પ્લેન હજુ પણ ઓપરેશનલ છે. યોગ્ય મેઇન્ટેનન્સ અને સંભાળ રાખવામાં આવે તો ટ્વિન ઓટ્ટર દાયકાઓ સુધી કામ આપી શકે છે..અમદાવાદથી કેવડિયાની આ ફ્લાઇટનું ભાડું રૂ. 4800 રાખવામાં આવ્યું છે. આ ફ્લાઇટનું ગુજરાતમાં સંચાલન સ્પાઇસજેટ દ્વારા કરવામાં આવશે. સોમવારે માલદીવ્સથી અમદાવાદ આવી પહોંચ્યું હતું. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાનો પ્રારંભ કરશે.શું આ પ્લેન 1971માં બનેલું છે અને એના માટે સલામતીનાં શું પગલાં ભરાયાં છે એવા દિવ્ય ભાસ્કરના સવાલનાં જવાબમાં સ્પાઇસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્પાઇસ જેટ દ્વારા પસંદ કરાયેલું (ટ્વિન ઓટ્ટર 300) સી-પ્લેન વિશ્વભરમાં અને માલદીવ્સમાં ઉપયોગમાં લેવાતું સૌથી સલામત એરક્રાફ્ટમાંનું એક છે. એરક્રાફ્ટ નિયમિતપણે સર્વિસ થયેલું છે અને ટોપ ક્લાસ કન્ડિશનમાં છે50 વર્ષ જૂના આ પ્લેન અંગે માહિતી મેળવવા સિવિલ એવિએશન મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, તથા સિવિલ એવિએશન સેક્રેટરી મમતા વર્માનો વારંવાર પ્રયત્ન છતાં પણ સંપર્ક થઈ શક્યો નહોતો.રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેનની સર્વિસ શરૂ થવાની છે. ત્યારે આ પ્લેનનું બુકિંગ, ભાડા તેમજ ડિસ્કાઉન્ટ અંગે લોકો સતત પૂછપરછ કરી રહ્યા છે. ટૂર ઓપરેટરોની સાથે એરલાઈન્સના હેલ્પલાઈન નંબર પર સોમવારે જ 500થી વધુ લોકોએ પૂછપરછ કરી હતી. સી-પ્લેનનું સંચાલન શરૂ થવાનું છે, એની જાહેરાત બાદથી જ દરરોજ 15થી 20 લોકો પૂછપરછ કરતા હતા, પરંતુ સી-પ્લેન સોમવારે અમદાવાદ આવ્યા પછી ભાડા સહિતની માહિતી મેળવનારા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.

Download Our B K News Today App



Related News