ટાગોર હોલમાં મેયર, મ્યુનિ. કમિશ્નર હાજર: ડે.મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 30થી વધુ કોર્પોરેટર ઓનલાઇન જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 12:57:54
  • Views : 356
  • Modified Date : 2020-10-28 12:57:54

              અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે ટાગોર હોલમાં યોજાઈ રહી છે. જેમાં મેયર બિજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ અધિકારીઓ અને કોર્પોરટેર હાજરછે, જ્યાર આજે મળેલી સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટ સહિત 30થી વધુ કોર્પોરેટર ઓનલાઇન જોડાયા હતા. જ્યારે કેટલાક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પણ ઓનલાઇન જોડાયા હતા.સામાન્ય સભા પહેલા કોર્પોરેટરો, મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાઉન્ડ ઓપરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રેપીડ ટેસ્ટ બાદ જ સામાન્ય સભામાં કોર્પોરેટરોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેટલા કોર્પોરેટર હાજર છે, તેમાં એકપણના ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી. સભામાં સાઉન્ડ ઓપરેટ કરનાર એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે.આજે મળનારી સામાન્ય સભામાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધને વિપક્ષે સવાલ ઉભા કર્યા હતા. વિપક્ષના ઉપનેતા તોફિક ખાન પઠાણે જણાવ્યું હતું કે, ભારતમાં લોકશાહી દેશ છે ત્યારે મીડિયાને રોકવામાં આવી રહ્યું છે. બીજી તરફ સામાન્ય સભામાં 25 કાઉન્સિલરોને હાજર ન રહેવા ધારાસભ્યએ ફોન કર્યા હોવાની વાત બહાર આવી છે. પૂર્વ વિપક્ષ નેતા અને શૈલેષ પરમાર વચ્ચે જૂથવાદ બહાર આવ્યો છે ત્યારે કોર્પોરેટરોને સામાન્ય સભામા સૂચના અપાઈ હોવાનું બહાર આવ્યું છે.ધારાસભ્ય હિંમતસિંહ પટેલ દ્વારા મધ્યસ્થી કરી કોર્પોરેટરોને સામાન્ય સભામાં જવા સૂચના અપાઈ હતું.વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્મા સામાન્ય સભામા ગેરહાજર રહ્યા છે. આ મામલે વિપક્ષના કાર્યકારી નેતા તોફિકખાને જણાવ્યું હતું કે, કોર્પોરેટરોને સામાન્ય સભામા ન આવવા ફોન થયા તે અંગે મને કોઈ માહિતી નથી. ફોન કરવા અંગે વિપક્ષ નેતા તરીકે હું અંગે તપાસ કરી મોવડી મંડળને જાણ કરીશ.

Download Our B K News Today App



Related News