ડ્રોન વડે લોકોને ઘરે ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 17:07:37
  • Views : 449
  • Modified Date : 2020-04-03 17:07:37

વિશ્વમાં કોરોનાના કહેરના કારણે લોકો વચ્ચે સોસિયલ ડિસ્ટન્સ વધારવા માટે દરેક સરકાર પ્રયાસ કરી રહી છે. તે માટે રોજ અલગ અલગ તપાસ એજન્સીઓ દ્વારા સુચનાઓ પણ આપવામાં આવે છે. પરંતુ ભારતમાં લોકો ભેગા થઇ જાય છે અને તેના માટે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થાય છે. જોકે હવે પોલીસ દ્વારા ખાસ પ્રયોગ કરાવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જેમાં દવા અને કેટલીક વસ્તુઓ માટે પણ કોઇને બહાર ન જવુ પડે તે માટે ડ્રોન વડે તે વસ્તુ પહોંચાડવામાં આવશે.ડ્રોન દ્વાર વસ્તુઓ પહોંચાડવાનું રિહર્ષલ કરવામાં આવ્યુંહાલ આ પ્રયોગ છે અને તેની સફળતા મળ્યા બાદ આગળ કાર્યવાહી કરવાનુ પોલીસ વિચારી રહી છે. આ માટે પોલીસ દ્વારા ખાસ ડ્રોન દ્વારા કોઇ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેનુ રિહર્ષલ કરવામાં આવ્યુ હતુ. આ અંગે પોલીસ અને ખાનગી સંસ્થા દ્વારા આ પ્રયોગ માટે વિચારણા હાથ ધરવામાં આવી છે. આજથી આ પોલીસ દ્વારા ડ્રોન દ્વારા એલર્ટ કરવા માટે સાયરન અને મોનીટરીંગનો પણ પ્રયોગ હાથ ધરવામાં આવશે તેવી વિગત સૂત્રો પાસેથી મળી રહી છે.

Download Our B K News Today App



Related News