અમદાવાદમાં સતત બીજા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ, અમદાવાદીઓને બફરાથી મળ્યો છૂટકારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 17:44:14
  • Views : 487
  • Modified Date : 2019-09-05 17:44:14

અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. સતત ગરમી અને બફારા વચ્ચે પીસાતાં લોકો વરસાદ વરસવાને કારણે ખુશખુશાલ થઈ ગયા હતા. તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બુધવારની રાત્રે પણ અમદાવાદમાં એક કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.બુધવારની રાત્રે ધોધમાર વરસાદ બાદ ગુરુવારે સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત પશ્ચિમ વિસ્તારની અમુક જગ્યાઓએ ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના સીટીએમ અને ગોમતીપુર, વસ્ત્રાપુર સહિતનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. સતત બીજા દિવસે પણ વરસાદ વરસતાં અમદાવાદીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. અને ગરમાગરમ દાળવડા સાથે વરસાદની મોજ માણી હતી.ઉલ્લેખનીય છે કે, 5 દિવસમાં 28 જિલ્લામાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, ભરૂચ, દીવ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News