ભાદરવી પુનમનો આરંભ, અમદાવાદના ઐતિહાસિક રીતે સૌથી જૂના અને પહેલા સંઘે પ્રસ્થાન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:28:41
  • Views : 520
  • Modified Date : 2019-08-30 12:28:41

દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે અમદાવાદના વ્યાસવાડીના ભવ્યાતિભવ્ય પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયાં હતાં. જેમાં માતાજીની 52 ગજની ધજા, ત્રિશુલ, ધુપીયું અને કમંડળ સાથે ભક્તો શ્રદ્ધા સાથે અંબાજી જવા નિકળ્યાં હતાં. આ ઘજા ભાદરવી પુનમે અંબાજીના શિખર પર લહેરાશે.અમદાવાદના વ્યાસવાડીનો સંઘ સૌથી જૂનો સંઘ છે. સતત 25 વર્ષથી આ સંઘ 52 ગજની ધજા સાથે પગપાળા નીકળે છે. આજે પણ આ સંઘે પ્રસ્થાન કર્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ગરબા અને બોલ માડી અંબે જય જય અંબેના નારા સાથે માં અંબાના રથે પ્રસ્થાન કર્યું હતું. આ સંઘની ધજા સૌપ્રથમ અંબાજી મંદિરમાં ચડાવામાં આવે છે.છેલ્લાં 26 વર્ષથી અમદાવાદના વ્યાસવાડી ખાતેથી અંબાજીનો સંઘ જાય છે. 52 ગજની ધજાનો રેકોર્ડ 2008માં નોંધાયો હતો. આ સંઘમાં રાજ્ય અને દેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભાગ બનવા આવે છે. ભાદરવી પૂનમે અંબાજી દર્શનનું અનેરું મહત્વ છે.સંઘમાં સામેલ થનાર લોકોનું કેહવું છે કે માં અંબા તેમની દરેક મનોકામના પુરી કરે છે અને તેઓ વિશ્વાસ અને આસ્થા સાથે આ સંઘમાં જોડાય છે. આ સંઘ 8 દિવસ બાદ અંબાજી મંદિરે પહોંચશે. આ સંઘમાં નાના બાળકોથી લઇને વડીલો પણ જોડાય છે, તો માં અંબાના રથને ખેંચવા ખાસ ટીમ પણ આ સંઘમાં સામેલ થાય છે.

Download Our B K News Today App



Related News