આતંકી હુમલામાં કઈ રીતે બચવું તેની અમદાવાદ વન મોલમાં મોકડ્રિલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:36:20
  • Views : 445
  • Modified Date : 2019-08-30 12:36:20

અમદાવાદ : કાશ્મીરમાં 370 કલમ દૂર થયા બાદ ભારત સહિત રાજ્યમાં આતંકી એલર્ટ આપવામા આવ્યું છે. જો આંતકવાદી હુમલો થાય ત્યારે કઈ રીતે બચવું, પોલીસને કઈ રીતે સાથ સહકાર આપી અને બહાર નીકળવું તેની એક મોકડ્રિલ અમદાવાદ વન મોલમાં કરવામાં આવી હતી. BDDS, SOG ક્રાઇમ ટીમ , ATS,સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આ મોકડ્રિલ કરવામાં આવી હતી.

એલર્ટને પગલે ચેકિંગ કરાયુંમોલને ચારે તરફે કોર્ડન કરો લોકો માટે અવર જવર બંધ કરાવાઈ હતી. સિક્યોરિટી અને એલર્ટ ને પગલે સુરક્ષા અંગે ચેકિંગ કરાયું હતું. બંધક બનાવે તે પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું અને સામનો કરવો તેની માહિતી પણ લોકો અને બાળકોને પોલીસે આપી હતી. હુમલામાં કેવી રીતે સમય સૂચકતા વાપરી અને કામ કરવું તેમજ બચવું તેની માહિતી અપાઈ હતી

Download Our B K News Today App



Related News