ડોક્ટરોની સંતાનથી સવાયા બની કોરોનાના વૃદ્ધ દર્દીની સેવા, પ્રેમથી જમાડવાથી લઈ પગ દબાવવા સુધીની હુંફથી કોરોનામુક્ત કરવા જંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 14:09:22
  • Views : 444
  • Modified Date : 2020-12-17 14:09:22

    કોરોના મહામારીને કારણે સમગ્ર દેશ અને દુનિયામાં લોકોના ટપોટપ મોત થઈ રહ્યાં છે. આ મહામારીએ પુરી દુનિયાના સમીકરણો બદલી નાંખ્યા છે. માણસજાતની રહેણી કહેણીથી લઈ લાગણીઓ બદલાયા છે. માત્ર એટલું જ નહીં, પરિવારો વેર વિખેર થઈ રહ્યાં છે. જો કે આપણે કોઈ વસ્તી નહીં પણ માણસજાત છીએ અને એકથઈને આ મહામારીને હરાવવાની છે. આ મહામારી સામેના આ જંગમાં સૌથી મોખરે કોરોના વોરિયર એવા ડોક્ટરો અને પેરામેડિકલ સહિતનો સ્ટાફ છે. સંક્રમિત સ્વજન પાસે જતા કે તેમણે સ્પર્શ કરેલી વસ્તુથી પણ પરિવારજનો દૂર રહે છે ત્યારે આપણા કોરોના વોરિયર સંતાનથી સવાયા બનીને કોરોનાગ્રસ્ત વૃદ્ધોની શ્રવણ બની સેવા કરી રહ્યાં છે. જેમાં અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલ સૌ કોઈમાટે પ્રેરણારૂપ છે.એક સમયે સૌથી વધુ મોત સિવિલ હોસ્પિટલમાં થયા હોવાથી અહીં દાખલ થતાં કોરોનાના દર્દીઓ પહેલા તો માનસિક રીતે હતાશ થઈ જાય છે અને આવતીકાલની સવાર જોઈશું કે નહીં તેવા વિચારોથી ભાંગી પડે છે. તેમાં પણ વૃદ્ધો અને અતિ ગંભીર હોય એવા દર્દીઓ પોતાના પરિવારથી દૂર ICUમાં સતત ચાલતા મોનિટરના કારણે ડિપ્રેશનમાં આવી જાય છે. પરંતુ અમદાવાદ સિવિલનો સ્ટાફ દર્દીઓની માતા-પિતા માનીને સેવા કરી રહ્યો હોવાનું આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે.

જ્યા    રે સિવિલના 1200 બેડ કોરોના વોર્ડમાં તમે પ્રવેશો ત્યારે પહેલા તો PPE કીટ પહેરેલો સ્ટાફ જોઈને દર્દીમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય તે સ્વાભાવિક છે. ત્યાર બાદ સ્ટાફ દ્વારા દર્દીને પહેલા તપાસવામાં આવે છે અને તેમને જરૂરિયાત મુજબ વૉર્ડમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરવામાં આવે છે.સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં જ્યારે દર્દી આવે ત્યારે તે પોતાના પરિવારથી દૂર હોય છે અને માનસિક દબાણમાં હોવાના કારણે તે જીદ કરે છે ક્યારેક જમવાની પણ ના પાડે છે. તેવા સમયમાં સ્ટાફ અને કાઉન્સિલર ખડે પગે હોય છે. કેટલાક કિસ્સામાં જ્યારે દર્દી હતાશ થઈને ખાવા પીવાનું જ છોડી દે છે ત્યારે બાળકોની જેમ સ્ટાફ જીદ કરીને દર્દીને કોળિયા ખવડાવે છે. માત્ર એટલું જ નહીં વૃદ્ધ દર્દી શરીર દુઃખે છે તેવી વાત કરે તો સ્ટાફ હાથ પગ દબાવે છે.

    માર્ચથી અત્યાર સુધી અનેક દર્દીઓ સાજા થઈને સિવિલ હોસ્પિટલમાંથી ગયા પણ તેઓની સાથે સ્ટાફની આત્મીયતા બંધાઈ ગઈ છે. દર્દી સાજા થઈને ઘરે જાય ત્યારે બન્નેની આંખોમાં આંસુ વહેતા હોય છે. આ એક ગંભીર મહામારી વચ્ચે કોરોના વોરિયર અને દર્દી વચ્ચેની એક સાંકળ આંખને ટાઢક આપે તેવી બાબત છે.



Download Our B K News Today App



Related News