હાય ગરમી : વીજકાપને કારણે ગરમીનો કહેર બમણો થયો, સમગ્ર ઉત્તર ભારતમાં હીટ વેવનું એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 12:26:08
  • Views : 268
  • Modified Date : 2022-04-30 12:26:08

હવે ગરમી લઈ રહી છે અગ્નિપરીક્ષા : વીજકાપને કારણે ગરમીનો કહેર બમણો થયો, સમગ્ર ઉત્તર ભારતમાં હીટ વેવનું એલર્ટ

સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીને કારણે ઉનાળાનો કહેર વધી રહ્યો છે. આવી સ્થિતિમાં વીજકાપ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. વીજકાપને કારણે એવી હાલત છે, જાણે હવામાન લોકોની અગ્નિપરીક્ષા લઈ રહ્યું હોય. આગામી દિવસોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહેવાનો અંદાજ છે. આ દરમિયાન યુપી, રાજસ્થાન, પંજાબ, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં હીટ વેવનું એલર્ટ છે.

કાળઝાળ ગરમીને કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે, 16 રાજ્યમાં 10 કલાક સુધીનો વીજકાપ મુકાયો છે. સરકારી રેકોર્ડ મુજબ દેશભરમાં 10,000 મેગાવોટ, એટલે કે 15 કરોડ યુનિટોમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં વીજળીની અછત ઘણી વધારે છે.

રાજસ્થાન: 3 મેના રોજ વરસાદ અને વાવાઝોડાની શક્યતા

રાજસ્થાનમાં આકરી ગરમી અને વીજકાપથી લોકો પરેશાન થઈ ગયા છે. ગઈકાલે રાજ્યનાં 11 શહેરમાં દિવસનું મહત્તમ તાપમાન 45 ડીગ્રી સેલ્સિયસથી પર નોંધાયું હતું. ખ્વાજા નગરી અજમેરમાં છેલ્લાં 63 વર્ષમાં એપ્રિલ મહિનાનો સૌથી ગરમ દિવસ હતો, જ્યાં મહત્તમ તાપમાન 43.3 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાની જયપુરમાં ગઈકાલે રાત્રે લઘુતમ તાપમાન 31 ડીગ્રી સેલ્સિયસથી પર નોંધાયું હતું, જે આ ઉનાળાની મોસમની સૌથી ગરમ રાત્રિ હતી, એમ હવામાન કેન્દ્ર જયપુરના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું, જેથી આગામી 3 દિવસ સુધી હીટ વેવની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.

મધ્યપ્રદેશઃ રાજગઢ, ખજૂરાહો અને નૌગાંવમાં પારો 46 ડીગ્રીની નજીક

મધ્યપ્રદેશમાં કાળઝાળ ગરમી વચ્ચે આગામી મહિનાથી ગરમીનું પ્રમાણ વધુ આકરું બનવા જઈ રહ્યું છે. એપ્રિલના અંત સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 46 ડીગ્રીની નજીક પહોંચી ગયું છે. દેશનાં ટોપ 5 હોટ સિટીમાં મધ્યપ્રદેશનાં ત્રણ શહેર આવ્યાં છે. ગઈકાલે ઉત્તરપ્રદેશનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. અહીં દિવસનું તાપમાન 45.9 ડીગ્રી નોંધાયું હતું. આ પછી રાજસ્થાનનું ગંગાનગર અને મધ્યપ્રદેશનું રાજગઢ 45.7 ડીગ્રી તાપમાન સાથે બીજા ક્રમે છે. ખજૂરાહો અને નૌગાંવમાં 45.6-45.6 ડીગ્રી નોંધાયું છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં સૌથી વધુ તાપમાન 45.6 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગ્વાલિયરમાં તાપમાન 45 ડીગ્રીએ પહોંચી ગયું છે. ખંડવામાં 45.1, ખરગોનમાં 45.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી એમપીનાં ઘણાં શહેરોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે અને મે મહિનામાં તાપમાનનો પારો 47 ડીગ્રી સુધી જઈ શકે છે.

ગરમીએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપમાન સામાન્ય કરતાં 4.6 ડીગ્રી વધુ હોવાને કારણે ગરમ હવા હીટ વેવમાં ફેરવાઈ ગઈ છે. લખનઉ તેમજ આગ્રા, ઝાંસી, વારાણસી અને કાનપુર સહિત અનેક જિલ્લાઓમાં ગરમીની લૂ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ભારે હીટ વેવ (લૂ)એ દિવસભર ખરાબ સ્થિતિ બનાવી હતી. આ વખતે એપ્રિલ મહિનામાં સૌથી વધુ ગરમીની લૂ ફૂંકાય છે. આ વખતે અત્યારસુધીમાં ગરમીની લૂના 8 દિવસ વીતી ગયા છે. ત્રણ દિવસથી હીટ વેવ છે, જ્યારે પાંચ દિવસથી તીવ્ર હીટ વેવ છે. મહત્તમ તાપમાનનો પારો પણ સામાન્ય કરતાં 5 ડીગ્રી વધુ રહ્યો હતો. ત્યાં આગામી 2 મે સુધી હીટ વેવવાળું હવામાન રહેશે. લખનઉમાં તાપમાન વધીને 43.8 ડીગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.

 

Download Our B K News Today App



Related News