ગુજરાતભરમાં સસ્તું સોનુ-ડોલર આપવાની લાલચ આપી એજન્ટો ટ્રેપ ગોઠવે, પતિ ઈન્સ્પેક્ટર અને પત્ની મહિલા અધિકારી બની લોકોને લૂંટે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-22 17:31:38
  • Views : 460
  • Modified Date : 2020-09-22 17:31:38

        જો તમને કોઈ ફોન આવે અને તેમને કોઈ વ્યક્તિ સસ્તું સોનુ આપવા કે સસ્તા ભાવે ડોલર લેવા કહે તો ચેતી જજો. કારણ કે, આ કોઈ તમને સસ્તા ભાવે વસ્તુ આપશે નહીં પણ તમારી સુધી પહોંચીને તમારી પાસે ડીલ ચાલતી હશે તે સમયે એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક મહિલા અધિકારી બનીને એક કપલ તમારી પાસે આવશે. જે તમને ધમકાવીને તમારી પાસેની રોકડ સહિતની વસ્તુઓની લૂંટ કરી પલાયન થઈ જશે. અમદાવાદ શહેરમાં આવી એક ગેંગ પકડાઈ છે, જેના નામે એક નહીં, બે નહી પરંતુ 35 લોકોને આવી રીતે લૂંટ્યા હોવાનો લૂંટ્યા હોવાનો ખુલાસો થયો છે છે અને તેની રકમ 1 કરોડ 30 લાખ થાય છે.રામોલ પોલીસે આજે એક મહિલા સહિત 7 સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનું કામ નાનું મોટું નહીં પણ આખું સુયોજિત છે. થોડા સમય પહેલા સ્પેશિયલ 26 નામે એક હિન્દી ફિલ્મ આવી હતી. જેમાં લોકો રીતસર બોગસ અધિકારી બનીને લોકોની વસ્તુઓ પડાવી લેતા હતા. તેવા જ અંદાજમાં આ ગેંગ કામ કરતી હતી.આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કિરીટ અમીન (ઉ. વ. 31, રહે. રામોલ) મૂળ અરવલ્લીના વાત્રક ગામનો છે અને તેની પત્ની ભાવના (ઉ વ. 31) છે. કિરીટ પહેલા મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો પરંતુ ત્યાંથી નોકરી છોડીને તેણે અધિકારી બનવા માટે સપના જોવાના શરૂ કર્યા અને પોતે કોમ્પેટિટીવ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. પણ તેમાં દૂર દૂર સુધી તે પહોંચી શકે તેમ ન હતો. આખરે તેણે લોકોને લૂંટવા માટે પ્લાન ઘડી લીધો અને તેમાં તેનો સાથ તેની પત્નીએ આપ્યો હતો.પતિ-પત્નીએ રાજ્યના અલગ અલગ શહેરમાં એજન્ટો નીમ્યા અને બોગસ પોલીસ અધિકારી બનીને લોકોને લૂંટવા માટે પોલીસ યુનિફોર્મ, નકલી આઇ કાર્ડ, રિવોલ્વર, નકલી રૂપિયા અને બીજી તમામ બાબતો પહેલાંથી પ્લાન કરીને પતિ, પત્ની અને તેની ગેંગ મળીને રાજ્ય ભરમાંથી કરોડો રૂપિયા લૂંટી લીધા છે. પત્ની આજે પોલીસ સ્ટેશનમાં આંસુ પાડતી હતી પણ પોતાના પતિને ગુનામાં છેક સુધી મદદ કરતી હતી. હવે આ ગેંગના એજન્ટો પકડાય બાદમાં જ સમગ્ર રેકેટમાં હજુ કેટલી રકમ છે તે જાણી શકાશે

Download Our B K News Today App



Related News