દિલ્હીના શિક્ષણમંત્રીએ આપેલા ચેલેન્જ બાદ જીતુ વાઘાણીમાં સમર્થકો મેદાને , 'મારી શાળા મારું ગૌરવ'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-11 11:16:33
  • Views : 283
  • Modified Date : 2022-04-11 11:16:33

શિક્ષણ વ્યવસ્થાના મામલે વાકયુદ્ધ

પદાધિકારીઓએ કરી પોસ્ટ

'મારી શાળા મારું ગૌરવ' નામથી પોસ્ટ 

 

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાના મામલે સોશિલ મીડિયામાં વાકયુદ્ધ

દિલ્લીના શિક્ષણમંત્રીએ આપેલા ચેલેન્જ બાદ સોશિયલ મીડિયામાં ભાજપ અને AAP વચ્ચે વાકયુદ્ધ શરૂ થવા પામ્યું હતું. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના સમર્થનમાં સોશિયલ મીડિયામાં શિક્ષણ સમિતિના સભ્યો અને પદાધિકારીઓએ 'મારી શાળા મારું ગૌરવ' નામથી પોસ્ટ શેર કરી હતી. આ સાથે પદાધિકારીઓ સારી શાળાઓની તસ્વીરો ટ્વીટર પર પણ પોસ્ટ કરી રહ્યા છે.

 

જીતુ વાઘાણીના સમર્થકો આવ્યા મેદાને 

ઉલ્લેખનીય છે કે, રાજ્યની કેટલીક શાળાઓના જર્જરિત દ્રશ્યો સામે આવ્યા બાદ શિક્ષણમંત્રી જીતુ વાધાણીના સમર્થકો મેદાને આવ્યાં હતાં. આ સાથે શિક્ષણ સમિતી સભ્યો અને પદાધિકારીઓએ  'મારી શાળા મારું ગૌરવ' નામથી સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. તેમજ સારી શાળાઓના ફોટા ટ્વિટર શેર કરીને વાયરલ કરાઈ રહ્યાં છે. 

 

જાણો શું હતો સમગ્ર મામલો ?

શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા હતા. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો હતો. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.

 

Download Our B K News Today App



Related News