પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં પણ લોકોને મળશે રાહત? જાણો શું છે મોદી સરકારનો મૂડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 13:24:35
  • Views : 472
  • Modified Date : 2022-05-24 13:24:35

 

પેટ્રોલ ડીઝલની સાથે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. લોકો પેટ્રોલ ડીઝલને બદલે સીએનજી કાર પર પસંદગી કરી રહ્યા છે પરંતુ સીએનજીના ભાવ પણ વધતા જાય છે. ત્યારે વાહન કંપનીઓના સંગઠન સિયામે સીએનજીની કિંમતોમાં કટોતી કરવા અને સ્ટીલ અને પ્લાસ્ટીકના ઉત્પાદન માટેના કાચા માલની આયાત પર ડ્યૂટી ઘટા઼ડવા અનુરોધ કર્યો છે. ત્યારે જો સરકાર અંગે વિચારણા કરે તો આગામી સમયમાં સીએનજીના ભાવ ઘટી શકે છે.

SIAM રવિવારે પીએમ મોદી અને નિર્મલા સીતારમણને ટેગ કરતા ટ્વિટ કર્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને ઓટો ઈન્ડસ્ટ્રી આવકારે છે. પરંતુ સીએનજીના ભાવમાં છેલ્લા સાત મહિનાથી વધારો થઇ રહ્યો છે. તેથી જો સીએનજીના ભાવમાં ઘટાડો કરવાથી સામાન્ય માણસને મદદ મળશે, સાર્વજનિક વાહનવ્યવહારની સુવિધા મળશે અને સ્વચ્છ વાતાવરણને સક્ષમ બનાવશે. તેમણે કહ્યું કે નિર્ણયથી મોંઘવારીનું દબાણ ઓછું થશે અને સામાન્ય માણસને રાહત મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર માંગ પર વિચાર કરીને આવનારા દિવસોમાં કિંમતમાં ઘટાડો કરી શકે છે.

એક વર્ષમાં સીએનજીમાં રુ.32 વધ્યા

મહત્વનું છે કે એક વર્ષમાં સીએનજીના ભાવમાં 32 રુપિયાનો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજીના ભાવ એક વર્ષમાં લગભગ બેઘણા થયા છે. મે 2021માં દિલ્હીમાં CNGની કિંમત 43.40 પ્રતિ કિલો હતી. જ્યારે મે 2002 માં વધીને 75.61 પ્રતિ કિલોગ્રામ થઈ હતી.   આમ દિલ્હીમાં છેલ્લા એક વર્ષમાં સીએનજી પર 32.21 રૂપિયાનો વધારો નોંધાયો. સીએનજીના ભાવ વધવા પાછળનું કારણ માંગ અને પુરવઠાની કટોકટી છે. સમયે સમગ્ર વિશ્વમાં ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ગેસની માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે. આનાથી તેલના નિયમનવાળા ક્ષેત્રોમાંથી કુદરતી ગેસના ઉત્પાદનની કિંમત બમણી થઈ ગઈ.

 

સીએનજીના ભાવમાં ઘટાડાથી સામાન્ય લોકોને રાહત મળશે

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) પણ સરકારને CNGની કિંમતોમાં ઘટાડો કરવા વિનંતી કરી છે અને કહ્યું છે કે સીએનજીની કિંમતમાં ઘટાડો થવાથી સામાન્ય માણસને રાહત મળશે અને જાહેર પરિવહન સરળ બનશે અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનામાં સીએનજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.  સંગઠને સરકારને સ્ટીલ અને પ્લાસ્ટિક ઉત્પાદનોના ચોક્કસ કાચા માલ પરની આયાત ડ્યૂટી ઘટાડવા માટે પણ વિનંતી કરી હતી. તેણે કહ્યું કે આનાથી સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવને ઘટાડવામાં મદદ મળશે. ઈંધણ ઉત્પાદનોની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય જીવન પર અસરને ધ્યાનમાં રાખીને સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી

 

 

Download Our B K News Today App



Related News