સુરતમાં પોસ્ટ ઓફિસ રિકરિંગ બચતના નવા ખાત ખોલવા માટેના કાર્ડ ઈશ્યુ ન થતાં ક્લેક્ટરને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 13:50:55
  • Views : 351
  • Modified Date : 2020-10-12 13:50:55

       પોસ્ટ ઓફિસમાં ચાલતી હાલની રિકરિંગ બચત યોજનામાં ખાતું ખોલાવતા પહેલા ઈશ્યુ કરવામાં આવતા કાર્ડ બનાવવો ફરજિયાત છે. જે છેલ્લા કેટલા માસથી ઉપલબ્ધ કરાવાતો નથી. આ અંગે અગાઉ પણ ક્લેક્ટરમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી.નિમિષા અગ્રવતિએ જણાવ્યું હતું કે,નવા ખાતે ન ખોલી શકવાના કારણે અમારા ગ્રાહકો અન્ય બેંકોમાં તથા ખાનગી રોકાણોમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી એજન્ટ બહેનો આ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના પરિવારના ગુજરાન ચલાવવાનો પણ મોટો પ્રશ્ન ઉભો થાય તેમ છે. જેથી આ બાબતે વહેલી કાર્યવાહી કરીને કાર્ડ સત્વરે મળતા થાય તેવી રજૂઆત ક્લેક્ટરને કરવામાં આવી છે.નાની બચત યોજના હેઠળ પોસ્ટ ઓફિસ રિકરિંગ બચતના નવા ખાતા ખોલવા માટે ASLAAS-5 કાર્ડ ઈશ્યુ ન થતાં હોવાની રજૂઆત ક્લેક્ટરને કરવામાં આવી છે. MPKBY એજન્ટ બહેનોએ કહ્યું કે, એક તરફ આત્મનિર્ભર થવાની વાતો કરવામાં આવે છે. બીજી તરફ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેથી બે હજાર જેટલી બહેનો છેલ્લા છ મહિનાથી નવું ખાતું ખોલાવી શકી નથી. જેથી રોકાણકર્તા અન્ય ખાનગી રોકાણોમાં રોકાણ કરવા લાગ્યાં છે. જેથી બે હજાર બહેનોની આવક સામે પણ પ્રશ્ન ઉભા થયા છે

Download Our B K News Today App



Related News