ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ રામનાથ વિસ્તારમાં પાણી ઓસર્યા, 2 મકાન ધરાશાયી, મંદિરની બાજુમાં ભુવો પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 13:16:30
  • Views : 501
  • Modified Date : 2020-08-22 13:16:30

     રાજકોટમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે શહેરમાંથી વહેતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મોટા પ્રમાણમાં પાણીની આવક થતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જંગલેશ્વર વિસ્તારની એકતા કોલોનીમાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ગત રાત્રે રામનાથ વિસ્તારમાં પાણી ભરાતા ભયાનક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ત્યારે આજે પાણી ઓસરતા ઠેર-ઠેર ગંદકી જોવા મળી હતી. પાણીના પ્રવાહથી 2 કાચા મકાન ધરાશાયી થયા હતા અને રામનાથ મંદિરની બાજુમાં મોટો ભુવો પડ્યો હતો.શહેરના આજી નદીકાંઠાના વિસ્તાર ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં માઇક વડે સ્પીકરમાં લોકોને સતર્ક રહેવા સતત સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નદીકાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિરમાં નદીના પાણી ઘૂસ્યાં હતા અને રામનાથ પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી તંત્રએ આ બ્રિજને બંધ કર્યો હતો

Download Our B K News Today App



Related News