7 વર્ષ બાદ ગોલ્ડન બ્રિજ ફરી 34 ફૂટે, કાલે પૂનમ, પાણી નહીં રોકાય તો સ્થિતિ વણસશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 14:26:44
  • Views : 399
  • Modified Date : 2020-09-01 14:26:44

         સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10.23 લાખ ક્યુસેક પાણી છોડતા ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી રાત્રે 10 વાગે 34.12 ફૂટે પહોંચી હતી. 7 વર્ષ પછી પુનરાર્વતન થયું છે. ભરૂચ શહેરના નીચાણવાળા ફૂરજા બંદર, દાંડિયા બજાર, ગાંધી બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતાં. નદી 32 ફૂટની સપાટી વટાવતા શહેરના રસ્તાઓ પર હોડી ફરવા માંડી હતી. પૂરના પાણીથી સ્થિતિ વણસતા ભરૂચ, અંકલેશ્વર અને ઉપરવાસમાં ઇન્દિરા સાગરના 20 દરવાજા ખોલી 10 લાખ ક્યુસેક અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડતા નર્મદા ડેમમાં 12.05 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની સપાટી 132.99 મીટર પહોંચતા 23 ગેટ 7.66 મીટર ખોલી 10,23,175 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ મળસ્કે 32 ફૂટની સપાટી વટાવતા પાણી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતાં. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં. સવારથી જ શહેરના રસ્તાઓ પર હોડી અને તરાપા ફરવા માંડ્યા હતાં. જિલ્લાના કેટલાય ગામોમાં પૂરના પાણી ઘૂસતા સંપર્ક વિહોણા બન્યા હતાં.ઝઘડિયાના 30 ગામના 4977 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. મોડી રાત્રે 12 વાગે નદીની સપાટી 35 ફૂટને વટાવે તેવી શક્યતા છે.રાત્રે 10 વાગે ગોલ્ડન બ્રિજે સપાટી 34.12 ફૂટે પહોંચી હતી. 12 વાગે 35 ફૂટને વટાવે તેવું ફ્લડ કંટ્રોલ વિભાગ તરફથી જણાવાયું છે. 2013માં 35 ફૂટ નોંધાઇ હતી, ગત વર્ષે 32 ફૂટને પાર થઇ જળ સપાટી નોંધાઇ હતી. છેલ્લા 50 વર્ષમાં 8 વાર આટલી સપાટી વધી છે. બુધવારે પુનમના દિવસે ભરતીના કારણે હાઇટાઇડની સ્થિતિ સર્જાશે, પાણી નહીં રોકાય તો સ્થિતિ વણસે તેવી ભીતિ છેભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાથી 700થી 900 મીટર પાણી ખેંચાઇ આવ્યા છે. જેથી કાંઠાના ખેતરો પાણીમાં ગરકાવ થવાથી પાકોને ભારે નુકશાન થયુ છે. ભરૂચ તાલુકાના તવરા, કડોદ, શુક્લતીર્થ, નિકારો જેવા ગામોના ખેડૂતોને પાક નુકશાનથી ભારે ફટકો પડશે. જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી મોડિયાએ જણાવ્યુ કે, પૂર અસરગ્રસ્ત ગામોમાં પાકોને થયેલા નુકશાનનો સર્વે હાથ ધરાશે..

Download Our B K News Today App



Related News