6 વર્ષ પછી ઓગસ્ટ મહિનામાં જ ગુજરાતમાં સિઝનનો વરસાદ 100% પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 14:21:40
  • Views : 393
  • Modified Date : 2020-08-25 14:21:40

રાજ્યમાં સોમવારે સવારે 8 વાગ્યા સુધી સરેરાશ વરસાદ 102.73 ટકા વરસાદ નોંધાયો હતો. ઓગસ્ટમાં સિઝનનો કુલ વરસાદ નોંધાઈ ગયો હોય એવું 6 વર્ષે બન્યું છે.24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જામનગરના જોડીયામાં 36 કલાકમાં 16 ઇંચ તો રાજકોટના ટંકારામાં 15 ઇંચ, અબડાસા, ગોંડલ અને ભાણવડમાં 7-7 ઇંચ નોંધાયો હતો. રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં 1900 લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે વરસાદ સબંધિત દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નીપજ્યાં હતા. આ વરસે કચ્છ ઝોનમાં સૌથી વધુ 188 ટકા, સૌરાષ્ટ્રમાં 135 ટકા જ્યારે ઉત્તરમાં 88, મધ્યમાં 79, દક્ષિણમાં 91 ટકા વરસાદ નોંધાયો હતો. જળાશયોમાં 71 ટકા પાણી છે. 76 ડેમમાં 100 ટકા પાણી, 44 ડેમમાં 90થી 100 ટકા, 14 ડેમમાં 80થી 90 ટકા, 19 ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો છે.મંગળવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, જામનગર, જૂનાગઠ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

Download Our B K News Today App



Related News