સંઘપ્રદેશ દાનહ અને દમણમાં 6 માસ પછી આજથી બાર ખુલ્લા, સ્પોટર્સ કોમ્પલેક્સ, સ્ટેડિયમ, સ્પા અને અન્ય કાર્યક્રમોને પણ મંજૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 14:26:37
  • Views : 404
  • Modified Date : 2020-10-07 14:26:37

     વૈશ્વિક કોરોના મહામારીને લઇને ગત 25મી માર્ચથી સંઘપ્રદેશ દમણ અને દાનહના તમામ બિયર બાર બંધ થઇ ગયા હતા. આખરે 6 માસ પછી પ્રશાસને એસઓપીની ગાઇડ લાઇન મુજબ બાર ખોલવાની પરવાનગી આપી છે. બુધવાર તા. 7 ઓક્ટોબરથી સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી બાર ખુલ્લા રાખવાની પરવાનગી આપી હોવાનું જાણવા મળે છે. .સંઘપ્રદેશના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના સેક્રેટરી એમ. મુથમ્માએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છેકે, એસઓપીની ગાઇડ લાઇન મુજબ બુધવારથી દમણ અને સેલવાસના તમામ બાર સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી છે. કોરોના મહામારીને લઇને ગત 25મી માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરતાની સાથે જ બાર એન્ડ રેસ્ટોરન્ટ પણ બંધ થઇ ગયા હતા.જોકે, અનલોક 1માં વાઇનશોપ ખોલવાની મંજૂરી મળી હતી. આ ઉપરાંત પ્રશાસને સ્પોટર્સ કોમ્પલેક્સ, સ્પા, મનોરંજન, સાંસ્કૃતિક, સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમોને 100ની સંખ્યામાં મંજૂરી મળી છે. છેલ્લા 6 માસથી બાર બંધ રહેવાના કારણે સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ ગુમાવવા પડ્યો હતો. જોકે બાર ખોલવાની પરવાનગી આપતા 6 માસથી બેકાર બેસેલા સ્ટાફ અને વેઈટર્સને પણ રોજગારી મળશે.સંઘપ્રદેશ દમણ અને દાનહમાં દારૂની છૂટ હોવાના કારણે મોટી સંખ્યામાં ગુજરાતથી પ્રવાસીઓ આ પ્રદેશમાં આવતા હોય છે. લોકડાઉન બાદ બુધવારથી અંદાજે 6 માસથી વધુ સમય પછી દમણના 85 અને દાનહના 182 બાર એન્ડ રેસ્ટોરન્ટના તાળાં ખુલશે. બારને ખોલવાની પરવાનગી અપાતા જ બંને પ્રદેશમાં પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે. અનલોક 1માં વાઈન શોપ શરૂ કર્યા બાદ હોટલ સંચાલકોએ અનેક ખોલવાની માગ કરી હતી.

Download Our B K News Today App



Related News