17 વર્ષ બાદ વિશ્વની આ સૌથી મોટી સિમેન્ટ કંપની ભારતમાંથી બિસ્તરા પોટલા સમેટવાની તૈયારીમાં, જાણો કેમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 14:22:34
  • Views : 517
  • Modified Date : 2022-04-15 14:22:34

 

17 વર્ષ જૂનો બિઝનેસ સમેટવાની તૈયારીમાં Holcim Group

વિશ્વની સૌથી મોટી સિમેન્ટની કંપની છે Holcim Group

Holcim Group એ અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડને વેચાણ પર મૂકી છે

વિશ્વની સૌથી મોટી સિમેન્ટની કંપની Holcim Group દેશમાંથી પોતાનો 17 વર્ષ જૂનો બિઝનેસ સમેટવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ કોર માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૈશ્વિક વ્યૂહરચના તૈયાર કરી છે. ભારતીય બજારમાંથી બહાર નીકળવું એ આ જ વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. મામલા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં અનુસાર, Holcim Group એ પોતાની બંને લિસ્ટેડ કંપનીઓ અંબુજા સિમેન્ટ (Ambuja Cement) અને એસીસી લિમિટેડ (ACC Ltd) ને વેચાણ પર મૂકી દીધી છે.

 

એવું કહેવામાં આવી રહ્યું છે કે, Holcim Group પોતાના ભારતીય બિઝનેસને વેચવા માટે JSW અને અદાણી ગ્રુપ (Adani Group) સહિત અન્ય કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. JSW અને અદાણી ગ્રુપ બંનેએ તાજેતરમાં જ સિમેન્ટ સેગમેન્ટમાં એન્ટ્રી લીધી છે. બંને જૂથો સિમેન્ટ બિઝનેસને વિસ્તારવા માટે આક્રમક યોજના ધરાવે છે. સૂત્રોનું કહેવું છે કે, શ્રી સિમેન્ટ જેવી સ્થાનિક કંપનીઓ સાથે પણ સંભવિત વેચાણને લઇને સંપર્ક કરવામાં આવ્યો છે.

 

આટલી છે અંબુજા અને ACCની વાર્ષિક ક્ષમતા

ભારતીય સિમેન્ટ માર્કેટમાં હાલમાં આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સૌથી મોટી કંપની છે. અલ્ટ્રાટેક પાસે દર વર્ષે 117 મિલિયન ટન સિમેન્ટનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. Holcim Group ની બંને લિસ્ટેડ કંપનીઓ અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડની સંયુક્ત ક્ષમતા વાર્ષિક 66 મિલિયન ટનની છે. જે પણ સમૂહ આ બંને સિમેન્ટ કંપનીઓને ખરીદશે તે એક ઝાટકે ભારત જેવાં મહત્ત્વના બજારમાં નંબર બેની સ્થિતિમાં આવી જશે. આ કારણોસર આવી વૈશ્વિક સિમેન્ટ કંપનીઓના મનને પણ ઢંઢોળવામાં આવી રહ્યાં છે કે જે ભારતીય સિમેન્ટ માર્કેટમાં રસ દાખવી રહી છે.

આ મર્જર બાદ બની સૌથી મોટી સિમેન્ટ કંપની

સ્વિટ્ઝર્લેન્ડની કંપની Holcim નું 2015 માં ફ્રેન્ચ હરીફ લાફાર્જ (Lafarge) સાથે વિલય થયા બાદ LafargeHolcim નામથી સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સની એક મોટી યુરોપિયન કંપનીની રચના કરવામાં આવી. જો કે, મર્જર બાદ ઉભરી આવેલી કંપનીએ ભારત સહિત યુરોપ અને એશિયાના અનેક બજારોમાં વિશ્વાસ વિરોધી કાયદાનું પાલન કરવા માટે કેટલીક સંપત્તિઓ દૂર કરવી પડી હતી. ત્યાર બાદ કંપનીને Holcim Group તરીકે રિબ્રાન્ડ કરવામાં આવી.

 

 

Download Our B K News Today App



Related News