પોલીગ્રાફમાં આફતાબે સ્વીકાર્યુ કે, મેં જ શ્રદ્ધાની હત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-01 12:19:39
  • Views : 621
  • Modified Date : 2022-12-01 12:19:39


રી શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ઘણા મોટા રહસ્યો સામે આવી રહ્યા છે. આફતાબ અમીન પૂનાવાલાએ પોલીગ્રાફ ટેસ્ટમાં પોતાના લિવ ઇન પાર્ટનરની ઘાતકી હત્યા કરવાનો ગુનો કબુલ્યો હતો. જાે કે, તેણે જે કર્યું છે તેનો તેને કોઈ અફસોસ નથી. પોલિગ્રાફ ટેસ્ટ કરનારા અધિકારીઓને ટાંકીને મિડિયાએ અહેવાલ આપ્યો હતો કે આફતાબના મોઢામાંથી વોકઆઉટ થયું હતું. તેણે શ્રદ્ધાના મૃત્યુની કબૂલાત કરી હતી. પરંતુ તેમણે કોઈ અફસોસનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. ટેસ્ટમાં આફતાબે એ પણ સ્વીકાર્યું હતું કે તેના ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા.  ભૂતકાળમાં પોલીસ પૂછપરછમાં શ્રદ્ધા ઉપરાંત આફતાબની બીજી ગર્લફ્રેન્ડનો ખુલાસો થયો હતો. પોલીસે તેની પૂછપરછ કરી હતી. રિપોર્ટ્‌સ અનુસાર આફતાબની બીજી ગર્લફ્રેન્ડ વ્યવસાયે સાઇકોલૉજિસ્ટ છે. આફતાબ તેને ડેટિંગ એપ દ્વારા પણ મળ્યો હતો.  યુવતિના જણાવ્યા અનુસાર આફતાબે તેને એ જ ફ્લેટમાં બોલાવી હતી જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે પોલીસે તેની ગર્લફ્રેન્ડને આફતાબની ક્રૂરતા વિશે જણાવ્યું તો તેની ક્રૂરતા સાંભળીને તે ચોંકી ગઈ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ પૂછપરછમાં યુવતિએ જણાવ્યું છે કે આફતાબ તેની સાથે તદ્દન અલગ રીતે વર્તાવ કરતો હતો. તે બિલકુલ વિશ્વાસ કરી શકતી નથી કે જેને તે પ્રેમ કરતી હતી તે ખૂની છે.
દિલ્હીની શ્રદ્ધાના લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીને ૧૮ મેના રોજ રાત્રે ૧૦ વાગ્યે શ્રદ્ધાની હત્યા કરી હતી. આ દિવસે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. વાસ્તવમાં શ્રદ્ધા આફતાબ પર લગ્ન માટે સતત દબાણ કરતી હતી,
પરંતુ તે તેને ટાળી રહ્યો હતો. પૂનાવાલાએ કથિત રીતે ૨૭ વર્ષીય શ્રદ્ધા વોકરનું ગળું દબાવીને હત્યા કરી હતી. તેના શરીરના ૩૫થી ૩૬ ટુકડા કરવામાં આવ્યા હતા, જે તેણે દક્ષિણ દિલ્હીમાં પોતાના મેહરૌલી સ્થિત નિવાસસ્થાને લગભગ ત્રણ અઠવાડિયા સુધી ૩૦૦ લિટરના ફ્રિજમાં રાખ્યા હતા અને ત્યારબાદ તેને ઘણા દિવસો સુધી આખા શહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પૂનાવાલાની ૧૨ નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News