થરાદ પંથકમાંથી અફીણનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:01:12
  • Views : 516
  • Modified Date : 2020-03-13 13:01:12

થરાદ પંથકમાંથી અફીણનો જથ્થો ઝડપાયો

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસરના માદક પદાર્થ અફીણ છોડ, ડોડાનો જથ્થો ૧૨૭.૮૯૦ કિ.ગ્રા. કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને થરાદ પોલીસ તથા એસ.ઓ.જી. બનાસકાંઠાએ પકડી પાડયો હતો.પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, સરહદી રેન્જ, ભુજ  તથા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ બનાસકાંઠા પાલનપુરનાઓએ  આપેલ  સૂચના અન્વયે  જે.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર થરાદ તથા  થરાદ પો.સ્ટે.ના હેડ.કોન્સ. મોઘજીભાઈ, પો.કોન્સ. સરદારસિંહ, હરીસિંહ,  રવજીભાઈ, એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. કાંતીલાલ, વનરાજસિંહ, દિલીપભાઈ, દિલીપસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન પો.ઈન્સ. જે.બી.ચૌધરીનાઓને મળેલ બાતમી હકીકત આધારે કરશનભાઈ નરસંગજી ઉર્ફે નશાજી રાઠોડ (રહે.કરબુણ સીમ તા.થરાદ વાળો) ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં વરીયાળીના પાકની વચ્ચે ઉગાડેલ અફીણના છોડ, ડોડાનો જથ્થો ૧૨૭.૮૯૦ કિ.ગ્રા. કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- નો તથા મોબાઈલ ફોન કિં.રૂ.૨,૦૦૦/નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૨,૭૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે  સદરહુ ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ થરાદ પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર  કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.થરાદ પંથકમાંથી અફીણનો જથ્થો ઝડપાયો(પ્રતિનિધિ)        થરાદથરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસરના માદક પદાર્થ અફીણ છોડ, ડોડાનો જથ્થો ૧૨૭.૮૯૦ કિ.ગ્રા. કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને થરાદ પોલીસ તથા એસ.ઓ.જી. બનાસકાંઠાએ પકડી પાડયો હતો.પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, સરહદી રેન્જ, ભુજ  તથા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ બનાસકાંઠા પાલનપુરનાઓએ  આપેલ  સૂચના અન્વયે  જે.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર થરાદ તથા  થરાદ પો.સ્ટે.ના હેડ.કોન્સ. મોઘજીભાઈ, પો.કોન્સ. સરદારસિંહ, હરીસિંહ,  રવજીભાઈ, એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. કાંતીલાલ, વનરાજસિંહ, દિલીપભાઈ, દિલીપસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન પો.ઈન્સ. જે.બી.ચૌધરીનાઓને મળેલ બાતમી હકીકત આધારે કરશનભાઈ નરસંગજી ઉર્ફે નશાજી રાઠોડ (રહે.કરબુણ સીમ તા.થરાદ વાળો) ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં વરીયાળીના પાકની વચ્ચે ઉગાડેલ અફીણના છોડ, ડોડાનો જથ્થો ૧૨૭.૮૯૦ કિ.ગ્રા. કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- નો તથા મોબાઈલ ફોન કિં.રૂ.૨,૦૦૦/નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૨,૭૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે  સદરહુ ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ થરાદ પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર  કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News