ખાનપુરમાં અફીણની ખેતી કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા અને 1 લાખ દંડ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 13:02:28
  • Views : 1228
  • Modified Date : 2020-02-20 13:02:28

થરાદ કોર્ટે નારકોટિક્સના કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારી 1 લાખ દંડ પાઠવ્યો છે.3 વર્ષ અગાઉ થરાદના ખાનપુર ગામે માવજીભાઈના ખેતરમાંથી 96 કિલો અફીણના છોડ ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસને 2017માં ત્રીજી માર્ચે બાતમી મળી હતી કે માવજીભાઈ નશાભાઈ પ્રજાપતિના ખેતરમાં અફીણના છોડ છે જે અંગે થરાદ પોલીસએ ટીમ સાથે દરોડો પાડી ખેતરમાંથી 96. 500 કિલોગ્રામના અફીણના ડોડા કિંમત 9.65 લાખનો જપ્ત કરી એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.જે અંગેનો કેસ થરાદની નામદાર એડિશનલ ડિસ્ટ્રીકટ સેસન્સ કોર્ટ મેજિસ્ટ્રેટ બી.એસ.પરમારની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.ડી.જોશીની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી માવજીભાઈને 10 વર્ષની સજા તેમજ 1 લાખનો દંડ ફટકાર્યો હતો.જોકે દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો. એડવોકેટ એ જણાવ્યું હતું કે કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે નાર્કોટિક્સના ગંભીર ગુનામાં યુવાનો અને દેશને નુકસાન થતું હોય તેને સખત નશ્યત કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News