ગાંધીનગરના યુવાનને ગુજરાત રાજ્ય યુવા એવાર્ડ એનાયત કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:46:53
  • Views : 512
  • Modified Date : 2020-01-17 14:46:53



ગાંધીનગર શહેરનો નવયુવાન, જોશ જુસ્સા અને ઉમંગ થી ભરપૂર દિવ્ય ત્રિવેદીને ગુજરાત રાજ્યના રમત, ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ ૨૦૧૯ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિવ્ય ત્રિવેદીએ ખુબ જ નાની ઉમરમાં સમાજ સેવા, યુવા ઉત્થાન અને સ્કીલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યભરમાં આગવી કામગીરી કરેલ છે. આ કામગીરી બદલ રાજ્યસરકાર દ્વારા દિવ્ય ત્રિવેદીનું સન્માન કરીને ૨૧ હજારનો ચેક પણ રાજ્યસરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.દિવ્ય ત્રિવેદીએ ૨૦૧૩માં પોતાને ગુડલકમાં મળેલ રોકડ રકમને મુખ્યમંત્રીની કન્યા કેળવણી યોજનામાં ૨૧ હજારનો ચેક તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરીને માત્ર ૧૭ વર્ષની ઉંમરે સમાજસેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સ્વચ્છઆગ્રહ, કુપોષણ, મહિલા સશક્તિકરણ, સ્કીલ ડેવલોપમેન્ટ , યુવા ઉત્થાન તરફ દિવ્યે રાજ્યભરમાં અભૂતપૂર્વ કામગીરી કરેલ છે. દિવ્યએ અભ્યાસક્ષેત્રમાં બીકોમ, એલએલબી, પીજીડીજેએમસી, અને સીએસનો અભ્યાસ કરેલ છે. સાથે સાથે વિવિધ  સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સમાજના નાનામાં નાના 



Download Our B K News Today App



Related News