એરપોર્ટ પર ફોન કરી યુવકે કહ્યું 'બોમ્બે', અધિકારીએ સાંભળ્યું 'બોમ્બ' અને ત્યારબાદ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 17:53:15
  • Views : 612
  • Modified Date : 2019-07-27 17:53:15

નોંધનીય છે કે, એક હોટલ મેનેજમેન્ટનો વિદ્યાર્થી નોકરી કરવાના બહાને મુંબઇ એરપોર્ટ પર વેકેન્સી પૂછવા માટે ફોન કર્યો હતો. ફોન સીધો જ કંટ્રોલરૂમમાં લાગ્યો. જ્યાં હાજર શખ્સે ફોન ઉઠાવ્યો તો વિદ્યાર્થીએ પૂછ્યું બોમ્બે એરપોર્ટ..? પરંતુ ફોન ઉઠાવનાર બોમ્બ છે એરપોર્ટ પર એમ સમજ્યોકંટ્રોલરૂમને લાગ્યું કે કોઇ એરપોર્ટ પર બોમ્બ હોવાની સૂચના આપી રહ્યું છે ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટ પર સ્નિફર ડોગ્સ દ્વારા તપાસ કરવામાં આવી. જો કે, અધિકારીઓએ ફરી તે નંબર પર ફોન કરીને તપાસ હાથ ધરતા તે વિદ્યાર્થીએ કહ્યું કે તેને જાણકારી મળી હતી કે બોમ્બે એરપોર્ટ પર વેકેન્સી છે એટલા માટે ફોન કર્યો હતો. અંતે યુવકની વાત સાંભળી  અધિકારીઓએ રાહતના શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના 19 તારીખની છે. એક બેરોજગાર યુવકે મુંબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે ફોન કરીને નોકરી માટે પૂછ્યું કે બોમ્બે એરપોર્ટ..? જો કે, સાંભળનારની ગેર સમજ થતાં તેને લાગ્યું કે બોમ્બ છે એરપોર્ટ પર...અને ત્યારબાદ થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી. 

Download Our B K News Today App



Related News