એક સમયે બસની ટિકિટો વેચતો હતો, આજે તેની ફિલ્મની એક ટિકિટ માટે લોકો મરી જાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 17:01:50
  • Views : 605
  • Modified Date : 2019-08-20 17:01:50

જો કે હૉસ્પિટલનો સ્ટાફ તેને કોઇ પણ સંજોગોમાં બહાર જવા દેવા ન હોતો માંગતો. ત્યારે અચાનક જ તેને મોકો મેળવતા જ હોસ્પિટલમાંથી ભાગીને તે સિનેમા હૉલમાં પહોંચી ગયો. સિનેમા હૉલમાં ફિલ્મ જોતા-જોતા જ તેનું મોત થઇ ગયું. તે શખ્સનું નામ હતું 'રવિન્દ્રન' અને તેની ફિલ્મનું નામ હતું 'લિંગા'. તેનો મનપસંદ હીરો હતો 'રજનીકાંત'.આ નાની વાર્તા હતી એક એવા અભિનેતાની કે જેનાં ચાહકો માટે પહેલી પસંદ છે તેમનો 'હીરો' અને ભગવાન બાદમાં. 18 ઓગસ્ટ 2019નાં રોજ રજનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 44 વર્ષ પૂર્ણ કર્યા છે. જેટલી રસપ્રદ વાર્તા તેનાં ફેન્સની છે એટલી જ રસપ્રદ વાર્તા છે રજનીની જિંદગીનાં કિસ્સાઓની.રજનીકાંતનાં પિતા એક કોન્સ્ટેબલ હતાં. એટલે કે રજનીકાંત ખૂબ જ નોર્મલ ફેમિલીમાંથી આવે છે. રજનીકાંતે જવાનીનાં દિવસોમાં સૌથી પહેલા કુલી તરીકેનું કામ કર્યું. થોડી વધારે સફળતા હાંસલ કરી તો કાર્પેંટર બની ગયા અને સારા દિવસો આવતા જ બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટરની નોકરી લાગી ગઇ અને બસમાં ટિકિટો વહેંચવાનું કામ કર્યું. બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જ રજનીકાંતનો એક મિત્ર બન્યો. જેનું નામ હતું બહાદુર. રાજ બહાદુર એક બસ ડ્રાઇવર હતો. રાજ બહાદુરે જ રજનીકાંતને કંઇક મોટું કરવાની સલાહ આપી હતી. શરૂઆતમાં રજનીનાં ઘરનાં લોકોએ જ એક્ટિંગમાં સપોર્ટ આપવા મામલે સ્પષ્ટ ના કહી દીધી હતીરજનીકાંતનાં પિતા એક કોન્સ્ટેબલ હતાં. એટલે કે રજનીકાંત ખૂબ જ નોર્મલ ફેમિલીમાંથી આવે છે. રજનીકાંતે જવાનીનાં દિવસોમાં સૌથી પહેલા કુલી તરીકેનું કામ કર્યું. થોડી વધારે સફળતા હાંસલ કરી તો કાર્પેંટર બની ગયા અને સારા દિવસો આવતા જ બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટરની નોકરી લાગી ગઇ અને બસમાં ટિકિટો વહેંચવાનું કામ કર્યું. બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જ રજનીકાંતનો એક મિત્ર બન્યો. જેનું નામ હતું બહાદુર. રાજ બહાદુર એક બસ ડ્રાઇવર હતો. રાજ બહાદુરે જ રજનીકાંતને કંઇક મોટું કરવાની સલાહ આપી હતી. શરૂઆતમાં રજનીનાં ઘરનાં લોકોએ જ એક્ટિંગમાં સપોર્ટ આપવા મામલે સ્પષ્ટ ના કહી દીધી હતી.વર્ષ 2014માં રજનીકાંતે પ્રથમ વખત તેનું official ટ્વિટર હેન્ડલ ખોલ્યું હતું. રજનીકાંતના ચાહકોએ ત્યાં પણ તેનો રેકોર્ડ બનાવ્યો. 24 કલાકમાં જ રજનીકાંતનાં 2,10,000થી પણ વધુ ફોલોવર્સ બની ગયાં. ભારતમાં એક દિવસમાં જ કોઈ પણ સેલિબ્રિટીનાં આટલા બધા ફોલોવર્સ ક્યારેય નથી બન્યાં.રજનીકાંતના ચાહકો તેમની ભગવાનની જેમ પૂજા કરે છે. જ્યારે પણ તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આખા દક્ષિણ ભારતમાં તેના મોટા હોર્ડિંગ્સ પર દૂધ ચઢાવવાવું એ એક સામાન્ય ઘટના તરીકે જોવા મળે છે. આ મામલો એટલો બધો વધી ગયો કે બાદમાં એક સામાજિક કાર્યકર્તાએ તેની પર પ્રતિબંધ લગાવવા કોર્ટમાં અરજી કરી હતી. જેથી હજારો લીટર દૂધ વહી જતા રોકી શકાય..

Download Our B K News Today App



Related News