કોરોનાની ખાના-ખરાબી વચ્ચે હવે ચીનમાં 'હંતા' વાયરસની એન્ટ્રી, એકનુ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 18:21:23
  • Views : 349
  • Modified Date : 2020-03-24 18:21:23

ચીનમાથી આખી દુનિયામાં પ્રસરી ચુકેલા કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે. ચીન પોતે પણ હજી કોરોના સામે ઝઝમી રહ્યુ છે.આ બધાની વચ્ચે ચીનમાં હંતા નામના નવા વાયરસે દેખા દેતા ખળભળાટ વ્યાપી ગયો છે. ચીનના યુનાના પ્રાંતમાં એક વ્યક્તિનુ હંતા વાયરસથી મોત નિપજ્યુ છે. તે જે બસમાં પાછો ફર્યો હતો તે બસમાં સવાર બીજા 32 વ્યક્તિઓનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતોલોકોને ડર લાગી રહ્યો છે કે, હંતા વાયરસ પણ કોરોના વાયરસની જેમ ખાના ખરાબી તો નહી મચાવે ને ?જાણકારોનુ માનવુ છે કે, આ વાયરસ કોરોનાની જેમ તે હવા થકી નથી ફેલાતો. જો માણસ ઉંદર કે ખિસકોલીના સંપર્કમાં આવે તો તેના થકી ફેલાય છે. ઉંદરો થકી આ ફેલાઈ શકે છે. સ્વસ્થ વ્યક્તિને પણ તેનો ચેપ લાગી શકે છે.આ વાયરસના ચેપ લાગવા પર માણસને તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો, ઝાડા ઉલટી થઈ શકે છે. સારવારમાં મોડુ થાય તો દર્દીના ફેફસામાં પાણી પણ ભરાઈ જાય છે. આ વાયરસથી મરનારા દર્દીઓની ટકાવારી 38 ટકા છે.

Download Our B K News Today App



Related News