એક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથીઃ પ્રિયંકા ગાંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-24 12:25:19
  • Views : 487
  • Modified Date : 2019-07-24 12:25:19

પ્રિયંકા ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર
કર્ણાટકમાં આખરે રાજકીય નાટકનો અંત આવ્યો છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, એક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથી. પ્રત્યેક વ્યક્તિને હેરાન કરવા પણ યોગ્ય નથી અને હેરાન કરી શકાય નહીં. આખરે જૂઠ એક દિવસ સામે આવી જ જાય છે. ભાજપે પણ સરકાર રચવા માટે દાવો કર્યો છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આ મામલે કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું હતું કે પોતાના પહેલા દિવસથી જ કોંગ્રેસ-જેડી(એસ) સરકાર અંદર અને બહાર પોતાના અંગત સ્વાર્થવાળા લોકોના નિશાન પર આવી ગઇ હતી જેમને ગઠબંધન સરકારની સત્તાને પોતાના માટે ભય અને રૂકાવટને લઇને જોતા હતા.રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમની લાલચની આજે જીત થઇ ગઇ છે. લોકશાહી, ઇમાનદારી અને કર્ણાટકની જનતાની હાર થઇ. જ્યારે બીજી તરફ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર સંસ્થાઓ અને લોકતંત્રને વ્યવસ્થિત રીતે કમજોર કરવાનો આરોપ લગાવ્યો છે. આમ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનની સરકાર બનવાના પહેલા જ દિવસથી બહારથી અને અંદરથી નિશાને હતી. જે લોકો આ ગઠબંધનને સત્તાના રસ્તામાં એક ખતરો અને ભયના રૂપમાં જુએ છે આજે એમની લાલચ જીતી ગઇ છે. આ લોકતંત્ર, ઇમાનદારી અને કર્ણાટકની જનતાની હાર છે. 

Download Our B K News Today App



Related News