ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓનો પ્રવેશ પર પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-19 10:56:04
  • Views : 371
  • Modified Date : 2023-04-19 10:56:04

ઓસ્ટ્રેલિયાની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બનાવટી અરજીઓમાં ઉછાળા વચ્ચે આ વર્ષે 2019 માં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ 75,000ના આંકડાને પાર કરે તેવી સંભાવના છે. િડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે જણાવ્યું હતું કે સાંસદો અને શિક્ષણ ક્ષેત્રના લોકોએ ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલના વધારાની સંભવિત લાંબા ગાળાની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

વૈશ્વિક શિક્ષણ કંપની નવિતાસના જોન ચુએ જણાવ્યું હતું કે, આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અપેક્ષા કરતા ઘણી વધારે છે. અમે જાણતા હતા કે આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે, પરંતુ તે જ સમયે, બનાવટી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઘણી યુનિવર્સિટીઓ હવે નિયંત્રણો લાદી રહી છે, એમ આ અહેવાલમાં જણાવાયું હતું. ધ એજ અને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારો અનુસાર વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, વોલોંગોંગ યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી અને સાઉથ ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી છે.

 ફેબ્રુઆરીમાં, પર્થ સ્થિત એડિથ કોવાન યુનિવર્સિટીએ ભારતના રાજ્યો પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચમાં વિક્ટોરિયા યુનિવર્સિટીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના આઠ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પરનો પ્રતિબંધ લંબાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝે તેમની ભારત મુલાકાત દરમિયાન યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે નવા કરારની જાહેરાત કર્યા પછી આ નિર્ણય લીધો છે.

Download Our B K News Today App



Related News