રણમાં નર્મદાનું ચિક્કાર પાણી ફરી વળતા અગરિયાઓ ફરી પાયમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 17:09:01
  • Views : 434
  • Modified Date : 2019-11-14 17:09:01

ખારાઘોડાના કૂડા રણમાં છેલ્લા બે દિવસથી નર્મદાનું ઓવરફ્લો થયેલું લાખો ગેલન પાણી રણમાં 20 કિમી સુધી ફરી વળતા વેરાન રણ ચિક્કાર પાણીથી જળબંબાકાર થયું છે. ટીકર નદી, બ્રાહ્મણી ડેમ અને સુંદરગઢ ડેમમાંથી નર્મદા કેનાલનું પાણી રણમાં ફરી વળતા અગરીયાઓની રાત-દિવસની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓ ફરી પાયમાલ બન્યાં છે.રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 3000 અગરિયા પરીવારો હાલમાં વેરાન રણમાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનુ આકરૂ કામ કરી રહ્યાં છે. ટીકર નદી, બ્રાહ્મણી ડેમ અને સુંદરગઢ ડેમમાંથી કેનાલનું ઓવરફ્લો થયેલું લાખો ગેલન જેટલું પાણી રણમાં 20થી 22 કિમી સુધી અગરિયાઓના પાટા સુધી પહોંચતા અગરિયા સમુદાયની રાત-દિવસ 24 કલાકની મીઠું પકવવાની આકરી મહેનત પર પાણી ફરી વળતા અસંખ્ય અગરિયા પરિવારો પાયમાલ બન્યા છે.ખારાઘોડાના જોગડ રણમાં મીઠું પકવવાનું કામ કરતા પ્રેમજીભાઇ ઠાકોર જણાવે છે કે, એક બાજુ રણમાં કેનાલનું પાણી 100થી વધુ પાટામાં ફરી વળતા મીઠું પકવતા ગરીબ અને પછાત અગરિયાઓની હાલત અત્યંત દયનીય બનવા પામી છે. એવામાં આ લખાય છે ત્યારે જોગડ રણમાં વરસાદ ચાલુ થઇ જતા અગરિયાઓની પરિસ્થિતિ પડ્યા પર પાટું મારવાના ઘા જેવી કફોડી હાલત થવા પામી છે. અગરિયા હિત રક્ષક મંચના ભરતભાઇ સોમેરાએ જણાવ્યું કે, રણમાં છેલ્લા પાંચ-છ વર્ષથી કેનાલનું ઓવરફ્લો પાણી રણમાં વેડફાવાની સાથે આ પાણી અગરિયાઓના પાટા પર ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકશાન પહોંચે છે. અગાઉ નર્મદા વિભાગ દ્વારા અગરિયાઓને કેનાલના પાણીથી નુકશાનીનો સર્વે કરવા છતાં આજ દિન સુધી કોઇ જ સહાય ચુકવાઇ નથી.દિવ્યભાસ્કર દ્વારા નર્મદા કેનાલનું લાખો ગેલન પાણી રણમાં વેડફાતુ હોવાનો પર્દાફાશ કરતા ગાંધીનગરથી રણમાં નર્મદા વિભાગના આલા અધિકારીઓએ ધામા નાખી સેટેલાઇટથી આ પાણી ક્યાંથી આવે છે એનો રિસર્ચ કરવા છતાં આ સમસ્યાનો હજી સુધી કાયમી ઉકેલ ન આવતા રણમાં પરિસ્થિતિ જેસે થે જ હાલતમાં છે.

Download Our B K News Today App



Related News