ગુજરાત યુનિ.ના અધ્યાપકોને ધમકીના વિરુદ્ધમાં આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 11:13:36
  • Views : 364
  • Modified Date : 2020-03-18 11:13:36

ઉત્તર ગુજરાત યુનિ. શૈક્ષિક સંઘ તથા સાબરકાંઠા - અરવલ્લી શૈક્ષિક સંઘ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના કલેક્ટર સમક્ષ ગુજરાત યુનિવર્સિટી ના અધ્યાપકો ને ધમકી અને અપશબ્દો બોલનાર સામે પગલાં લેવા આવેદન આપ્યું હતુ. ગત તા. 10 ના રોજ ગુજરાત યુનિના સંસ્કૃત વિભાગ ના અધ્યાપક ડૉ અતુલભાઈ ઉનાગર અને રાજનીતિશાસ્ત્ર વિભાગના વડા પ્રો. મુકેશભાઈ ખટીક ને NSUI સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતાઓ ઇન્દ્રવિજયસિંહ, સિદ્ધરાજસિંહ અને અહર્નિશ મિશ્રાએ ફોન પર અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી.

Download Our B K News Today App



Related News