શ્રીમતી જે.એસ. પેથાણી ઉચ્ચ પ્રા. શાળામાં દીક્ષાંત સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 14:37:41
  • Views : 462
  • Modified Date : 2020-03-07 14:37:41

શ્રીમતી જે.એસ. પેથાણી ઉચ્ચ પ્રા. શાળામાં દીક્ષાંત સમારોહ યોજાયો ગઢટાકરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે.એસ. પેથાણી પ્રા.વિ.માં તા.   ધો-૮ નો દીક્ષાંત સમારોહ યોજાયા હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષમાં. જયંતિભાઇ એ. શાહ પ્રમુખ, ટાકરવાડા કેળવણી મંડળ,   ભુપેન્દ્રભાઇ ડી. પટેલ મંત્રી  ટાકરવાડા કેળવણી મંડળ, આમંત્રિત મહેમાન   લક્ષ્મીબેન પી. કરેણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતી ચેરમેન,   જયંતિભાઇ ડી. પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ,  ચેહરબેન સરપંચ ટાકરવાડા ગ્રામ પંચાયત, અતિથિ વિશેષ  અમરાભાઇ ડી. મગરવાડીયા ભૂતપૂર્વ આચાર્ય,  જાલમભાઇ એસ.અટોસ નિયામક વિનય વિદ્યામંદિર સંકુલ, ટાકરવાડા કેળવણી મંડળના સભ્યો, વાલીમંડળ અને એસ.એમ.સી. સભ્યો, નજીકના ગામના સરપંચો આચાર્યો, દૂધ ઉ.મં. ચેરમેન/મંત્રી, વાલીગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય નીતાબેન એમ.અટોસ.તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત  ઉઠાવી કાર્યક્રમ સંપન્ન કર્યાે હતો.દીક્ષાંત સમારોહ કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાળાઓએ પ્રાર્થના  દ્વારા કરી સુંદર મજાના સ્વાગતગીત સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્ય નીતાબેન પટેલે મહેમાનોને શબ્દોથી આવકાર્યા તેમજ પધારેલ મહેમાનોનું સુતરની આંટી અને શાલથી સન્માન કરવામાં આવ્યું. વિદાય લઇ રહેલ ધોરણ ૮ ની બાલિકા સ્મિતા કીર્તિભાઇ પ્રજાપતિએ સુંદર વિદાય પ્રવચન કર્યુ વિદાય આપનાર વિદ્યાર્થીઓમાંથી રાતડા હિમાંગી લક્ષ્મણભાઇએ વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના સંસ્મરણો યાદ રાખી શાળાને હંમેશા માટે યાદ રાખવાનુંં કહયુ. મહેમાનોમાંથી લક્ષ્મીબેન પી.કરેણે સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવા ઉપર વિશેષ ભાર મૂકયો.અતિથિ વિશેષ અમરાભાઇ ડી.મગરવાડીયાએ શિક્ષણ સાથે સ્વાધ્યાયને સાંકળીને સરસ મજાની વાતો કરી.પ્રમુખ જયંતિભાઇ.એ.શાહે સમગ્ર કાર્યક્રમ,રજૂઆત અને આયોજન માટે અભિનંદન પાઠવ્યા. શિક્ષણની આ સંસ્થાન  જીવનમાં આગળ વધો ત્યારે જરૂર મદદરૂપ બનજા એવો પ્રેરણાદાયક સંદેશો વિદાય લઇ રહેલ બાળકોને આપ્યો.છેલ્લે શાળાના શિક્ષિકાબેન પધારેલ મહેમાનો અને વાલીઓને આભારવિધિ કરી હતી.


Download Our B K News Today App



Related News