દાંતીવાડામાં અડધો ઇંચ વરસ્યો,આજે ઉ.ગુ.માં હળવા વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 13:01:14
  • Views : 572
  • Modified Date : 2020-07-26 13:01:14

  જિલ્લામાં શનિવારે બપોરે દાંતીવાડામાં 12મીમી જ્યારે ડીસામાં 9 મીમી વરસાદ પડ્યો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલનપુર, થરાદ, તેમજ વડગામ,પાંથાવાડામાં દિવસ દરમિયાનના ભારે ઉકળાટ બાદ બપોરે ઝાપટું પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. વિસનગર,પોશીનામાં એક ઇંચ, સમીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.બહુચરાજી તાલુકાના અજબપુરામાં વીજળી પડતાં મંદિરના ઘુમ્મટને નુકસાન થયું હતુ. દાંતીવાડામાં શનિવારે બપોર બાદ પવન સાથે વરસાદી ઝાપટું થતાં 12 મીમી વરસાદ નોંધાતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. તો શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક પાણી ભરાયા હતા. જ્યારે પાંથાવાડામાં ભારે ઝાપટું પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે વાહન ચાલકોએ દિનદહાડે લાઇટો ચાલુ કરવી પડી હતી. જ્યારે ડીસામાં પણ દિવસ દરમિયાનના ભારે ઉકળાટ બાદ ભરબપોરે ઝાપટું થતા શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી. જો કે 9 મીમી વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા સ્થાનિકો રસ્તાઓ પર ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા હતા. જ્યારે પાલનપુર, થરાદ અને વડગામમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ આકાશમાં કાળાડીબાંગ વાદળોથી ઘેરાતા લોકો વરસાદની રાહ જોતા થયા હતા. પરંતુ છાંટા જ થયા હતા. બહુચરાજી તાલુકાના અજબપુરામાં વીજળી પડતાં મંદિરના ઘુમ્મટને નુકસાન થયું હતુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાની સપાટીથી સરેરાશ 4.5 અને 7.6 કિમીની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છથી પંજાબ સુધી એક ટ્રફલાઇન પસાર થઇ રહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની છે. ટ્રફલાઇનના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. જે મુજબ રવિવારે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં મધ્યમથી ભારે તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા બની છે. આ દરમિયાન અસામાન્ય પવન ફૂંકાવાની સાથે ભારે ગાજવીજ પણ થવાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News