અદાણી ગ્રુપ રૂ. 3.90 લાખ કરોડનું રોકાણ કરી વિશ્વની સૌથી સસ્તી ગ્રીન હાઈડ્રોજન એનર્જીનું ઉત્પાદન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 15:14:44
  • Views : 240
  • Modified Date : 2022-06-14 15:14:44


ભારતના અદાણી ગ્રુપે વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સંયુક્ત નિર્માણ માટે ફ્રાન્સની ટોચની ઉર્જા કંપની ટોટલ એનર્જીસ સાથે ભાગીદારી કરી છે. આ કરાર હેઠળ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અનિલ) વાર્ષિક 10 લાખ ટન ગ્રીન હાઇડ્રોઝન અનુ તેને આનુસાંગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે શરુઆતના તબક્કે 28 બિલિઅન યુએસ ડોલર (અંદાજે રૂ. 2.18 લાખ કરોડ)ના રોકાણ સાથે આગામી 10 વર્ષમાં 50 બિલીઅન ડોલર (અંદાજે રૂ. 3.90 લાખ કરોડ)નું રોકાણ કરશે.


ટોટલ એનર્જીસ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝનો 25% હિસ્સો હસ્તગત કરશે
અદાણી ગ્રૂપના જણાવ્યા મુજબ આ વ્યુહાત્મક જોડાણમાં અદાણી એન્ટરપ્રાઇઝમાંથી ટોટલ એનર્જીસ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝમાંનો 25% માઈનોરીટી હિસ્સો હસ્તગત કરશે. આ જોડાણમાં એક તરફ અદાણી ઉદ્યોગ સમૂહનો ભારતીય બજારનો ગહન અનુભવ અને જ્ઞાન,ઝડપી અમલીકરણની ક્ષમતાઓ, શ્રેષ્ઠ કામગીરીના અનુભવનું ભાથું અને મૂડી વ્યવસ્થાપનની ફિલસૂફીનો ફાયદો આ ભાગીદારીમાં લાવશે, જ્યારે બીજા ભાગીદાર ટોટલ એનર્જીસની ધિરાણ ખર્ચ ઘટાડવા સંબંધી વૈશ્વિક અને યુરોપીયન બજારની તેની ઊંડી સમજણ, ધિરાણ વૃદ્ધિ અને નાણાકીય તાકાત અને ટેકનોલોજી અંતર્ગત નિપુણતા ઉપરની તેની ફાવટ એમ બે પ્લેટફોર્મ વચ્ચેના અસાધારણ તાલમેલને આધારે થયેલી આ ભાગીદારી વૈશ્વિક રીતે એક મહત્વની ભૂમિકા ભજવશે.


દુનિયાનું સૌથી સસ્તું ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન થશે: ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાની અમારી સફરમાં, ટોટલ એનર્જીસ સાથેની ભાગીદારી સંશોધન અને વિકાસ, બજારની પહોંચ અને એન્ડ યુઝર્સ માટેની સમજૂતિ સહિતના અનેક પરિમાણો ઉમેરે છે. આ ભાગીદારી મૂળભૂત રીતે અમોને બજારની માંગને આકાર આપવા માટે મોકળાશ આપે છે. વિશ્વના સૌથી ઓછા ખર્ચે ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતા ઉપર અમારો મજબૂત ભરોસો અમોને વિશ્વના સૌથી ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતાને આગળ દોરી જશે.


વધતી એનર્જી માંગને પહોંચી વળવા આ જોડાણ મહત્વનું: પેટ્રિક પોયાન
ટોટલ એનર્જીના ચેરમેન અને સીઇઓ પેટ્રિક પોયાને કહ્યું કે, અમારી રિન્યુએબલ અને ઓછા કાર્બન હાઇડ્રોજનની વ્યૂહરચના કે જે અંતર્ગત અમે 2030 સુધીમાં અમારી યુરોપીયન રિફાઇનરીઓમાં વપરાતા હાઇડ્રોજનને ફક્ત ડીકાર્બોનાઇઝ કરવા જ નહીં, પરંતુ આ દાયકાના અંત સુધીમાં બજારમાં ઉછાળો આવશે તે માંગને પહોંચી વળવા ગ્રીન હાઇડ્રોજનના વિશાળ પાયે ઉત્પાદનમાં પણ અમે અગ્રેસર બની રહેવા માંગીએ છીએ. ભારતના અદાણી ગ્રૂપ સાથેના અમારા જોડાણને વધુ મજબૂત બનાવતા આ કરારથી અમોને પણ ખૂબ જ ખુશી છે.


વિશ્વના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાનો ઉદ્દેશ
અદાણી ગ્રૂપના જણાવ્યા મુજબ, વિશ્વના સૌથી મોટા સંપૂર્ણ સંકલિત ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાનો અનિલનો ઉદ્દેશ છે, જેમાં રીન્યુએબલ્સ અને ગ્રીન હાઇડ્રોજન સાધનો (સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, ઇલેક્ટ્રોલાઇઝર વગેરે)ના મોટા પાયે ગ્રીન હાઇડ્રોજનના જનરેશનના ઉત્પાદનથી લઈને ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્સનું ઉત્પાદન કરતી ડાઉનસ્ટ્રીમ સુવિધાઓ સુધી. સમગ્ર મૂલ્ય શ્રેણીમાં તેની હાજરી છે. આ રોકાણ સાથે અદાણી પોર્ટફોલિયો અને ટોટલ એનર્જી વચ્ચેનું આ વ્યૂહાત્મક જોડાણ હવે એલએનજી ટર્મિનલ્સ, ગેસ યુટિલિટી બિઝનેસ, રિન્યુએબલ એસેટ્સ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને આવરી લે છે.


 


Download Our B K News Today App



Related News