અદાણી પરિવારને 'રાજકારણ'માં કોઈ રસ નથી: રાજ્યસભામાં મોકલવાની અફવા પર આપી સ્પષ્ટતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 14:25:51
  • Views : 839
  • Modified Date : 2022-05-15 14:25:51

 

ખ્યાતનામ બિઝનેસમેન અને દુનિયાના ટોપ ધનિકોમાં સામેલ એવા ભારતના ગૌતમ અદાણી પરિવારને લઈને છેલ્લા થોડા દિવસથી ચર્ચા થઈ રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કેગૌતમ અદાણી અને તેમની પત્ની ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે. દાવા પર અદાણી ગ્રુપે સ્પષ્ટતા આપી છે. ગ્રુપે કહ્યું કે, અદાણી પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં જરાંયે રસ નથી.

પોતાની સ્પષ્ટતામાં અદાણી ગ્રુપે કહ્યું કે, ગ્રુપ ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવાના સમાચારો વિશે અમે જાણ્યું. સમાચાર તદ્દન ખોટા છે. મીડિયા રિપોર્ટ દ્વારા બીજા લોકો પોતાના ફાયદા માટે અમારુ નામ ખરાબ કરી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ સભ્ય કોઈ રાજકીય પાર્ટી જોઈન કરવાના નથી. સમાચાર એકદમ ખોટા અને વાહિયાત છે. 

 

અદાણીએ વોરેન બફેટને પાછળ રાખી દીધા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 25 એપ્રિલે દુનિયાના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા સ્થાન પર આવી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અબજ ડોલર સુધી આંકવામા આવી હતી. તેમણે  Berkshire Hathaway ના વોરેન બફેટ (Warren Buffett)ને પાછળ રાખીને સ્થાન પ્રાપ્ત કર્યું છે.

5 લાખ રૂપિયાથી અબજોરૂપિયાનું સામ્રાજ્ય જમાવ્યું

અદાણીએ બિઝનેસની શરૂઆત 5 લાખ રૂપિયાની કંપનીની કરી હતી અને ધીમે ધીમે વિશાળ સામ્રાજ્યના માલિક બન્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના જળહળતી સફળતા પાછળ તેમની મહેનત, ચતુરાઈ, કુશળતા, નેટવર્કિંગ જેવા ગુણ છે. કોલેજનો અભ્યાસ પુરો કરનારા ગૌતમ અદાણીનો બિઝનેસ હીરાના ધંધામાંથી શરૂ થયો હતો. તેઓ 16 વર્ષની ઉંમરમાં મુંબઈ ચાલ્યા ગયા અને હીરાનો બિઝનેસ શિખવા લાગ્યા. બાદમાં તેઓ 1981માં ગુજરાત પાછા આવ્યા અને પોતાના ભાઈની પ્લાસ્ટિકની ફેક્ટ્રીમાં કામ કરવા લાગ્યા.

 

આવી રીતે આગળ વધ્યા

બિઝનેસ જગતમાં પોતાનું પ્રથમ પગથિયું 1988માં રાખ્યું, જ્યારે તેમની પ્રથમ કંપની અદાણી એક્સપોર્ટ્સની શરૂઆત થઈ, ફક્ત 5 લાખ રૂપિયાના નાના રોકાણથી શરૂ થયેલી કંપની બાદમાં અદાણી એન્ટરપ્રાઈઝિઝ બની . અદાણી ગ્રુપની ફ્લૈશગિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડને 1994માં શેર બજારમાં ઉતરવાથી બૂસ્ટ મળ્યું. જ્યારે 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણનો માર્ગ મોકળો કર્યો. તેનાથી દેશમાં બિઝનેસ જગતમાં વ્યાપક પરિવર્તન આવ્યા. ત્યાર બાદ કેટલાય બિઝનેસ ફેમિલીને આગળ આવવાની તક મળી. પરિવર્તનથી ફક્ત રિલાયન્સ ઈંડસ્ટ્રીઝને ફાયદો મળ્યો, પણ અદાણી પરિવાર પણ મલ્ટીનેશનલ અને ડાયવર્સિફાઈડ બિઝનેસ ઉભો કરવામાં સફળ રહ્યા.

 

 

Download Our B K News Today App



Related News