અડધી રાત્રે કોઇ મદદ માટે જગાડે તો ચેતજો ક્યારક તમારી સાથે પણ આઉ ના થાય વધુ જોવા માટે ક્લિક કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 16:46:29
  • Views : 534
  • Modified Date : 2019-07-22 16:46:29

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ખેતમજૂરી કરીને ગુજરાન કરતાં દાહોદના એક શખ્સ અને તેના બાળકોની નજર સામે જ તેની પત્નિ પર ગત મધ્યરાત્રિએ કાર લઈને આવેલા પાંચ અજાણ્યા શખ્સો પૈકી બે શખ્સો દુષ્કર્મ ગુજારીને ફરાર થઈ ગયાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.હિંમતનગરની એ ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તમામના નિવેદન લઈને ફરીયાદ નોંધીને દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાને સારવાર તેમજ મેડીકલ ચેકઅપ માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.દાહોદના વતની અને હિંમતનગર તાલુકાના ગઢોડા સીમમાં આવેલા એક ખેતરમાં ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર ખેતમજૂર પરીવાર શુક્રવારની રાત્રે ખેતરમાં આવેલ ઓરડીમાં સુતો હતો.તે દરમિયાન એક સફેદ કારમાં પાંચ શખ્સો ત્યાં આવી સુતેલા પરીવારના મોભીને તેમની ગાડી બગડી ગઈ હોવાનું જણાવીને જગાડયો હતો અને પાણી માગ્યુ હતુ ત્યારબાદ તેઓએ તે શખ્સ અને તેના પાંચ બાળકોને ઓરડીમાં જબરદસ્તીથી બેસાડી દઈ ધમકી આપવા લાગ્યા કે અવાજ કર્યો છે તો તમને બધાને મારી નાખીશું. જેથી ધમકીને કારણે ગભરાઈ ગયેલો શખ્સ તથા તેના પાંચેય બાળકો ઓરડીના ખુણામાં બેસી ગયા હતા.બાદ પાંચ શખ્સોમાંથી બે શખ્સો ઓરડીમાં જઈ તે શખ્સ અને તેના બાળકોની નજર સામે બન્ને શખ્સોએ પત્નિ પર દુષ્કર્મ આચરીને ગાડીમાં આવેલ તમામ શખ્સોએ મહિલા અને તેના પરિવારને ઓરડીમાં પુરી દઈને બારણું બંધ કરી નાશી છુટયા હતા.

Download Our B K News Today App



Related News