કોઈ પણ સરકારી કર્મચારીની સંડોવણી હશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે: નોડલ ઓફિસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 15:16:30
  • Views : 535
  • Modified Date : 2020-09-28 15:16:30

      રાજકોટમાં ગઈકાલે રેમડેસીવીર કૌભાંડનો પર્દાફાશ થતાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી હતી. રેમડેસીવીર કૌભાંડ મામલે નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજાર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ સરકારી કર્મચારીની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ધારાસભ્ય લલિત વસોયાએ સિવિલ હોસ્પિટલના સ્ટોરમાં કાળા બજારીનો પાયો નખાયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજાર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો આ કૌભાંડમાં સરકારી કર્મચારીની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ જણાવ્યું હતું કે 25 દિવસ પહેલા રાજકોટ શહેરમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વસ્થ થવાનો રેશિયો 53 ટકા હતો જે 82 ટકા પર પહોંચી ગયો છે. બીજી તરફ મૃત્યુ આંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.લલિત વસોયાએ રેમડેસીવીર કૌભાંડ મામલે આક્ષેપ કરતાં કહ્યું કે આ કૌભાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણી છે. જેથી સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. સિવિલ હોસ્પિટલના સ્ટોરમાં કાળા બજારીનો પાયો નખાયો હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.આરોપીઓ લોકોની જરૂરિયાતનો લાભ લઈને 4800 રૂપિયાનું એક ઇન્જેક્શન 10 હજારથી 12 હજારમાં વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને આખી ચેઈનનો પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત 5 શખ્સોને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાની મહામારીમાં લોકોને જીવન રક્ષક એવા રેમડેસીવર નામના ઇન્જેકશનનો કાળો કારોબાર ચલાવતા હતા.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી મળી હતી જેના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને બે ઇન્જેકશનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતુ અને દેવયાનીનો સંપર્ક કર્યો હતો જેના આધારે પોલીસે આખી ટોળકીનો પર્દાફાશ કર્યો. પોલીસના કહેવા પ્રમાણે 4800 રૂપિયામાં આવતા આ ઇન્જેકશન આ ટોળકી 10 હજાર રૂપિયામાં વહેંચતા હોવાનું સામે આવ્યુ છે જો કે અત્યાર સુઘીમાં કેટલા લોકોને આ ઇન્જેકશન આપ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે

Download Our B K News Today App



Related News