સુરતમાંથી મોબાઈલ સ્નેચીંગ કરવામાં માહેર આરોપી 4 મોબાઈલ સાથે ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 15:46:14
  • Views : 409
  • Modified Date : 2020-10-13 15:46:14

        શહેરમાં લોકડાઉન બાદ ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારોથયો છે.લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વણ શોધાયેલા મોબાઈલ સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલવામાં કતારગામ પોલીસને સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ચેતન ઉર્ફે ચેતલો ભગુ છોટુ નાયકાને ઝડપી લેવામાં આવ્યો છે. જેથી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઘણા સમયથી આ આરોપી એક્ટિવ થયો હોવાથી પોલીસે સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી લીધો છે.પોલીસે ઝડપી પાડેલા મૂળ નવસારી જિલ્લાના હાંસાપર મંદિર ગામના વતની તથા વરાછા બોમ્બે માર્કેટની પાછળ લંબે હનુમાન રોડ ઉમરવાડામાં ખાડી મહ્હોલામાં રહેતો અને બેકારીના કારણે ચેતન ઉર્ફે ચેતલો નાયકા મોબાઈલ ચોરીના રવાડે ચડ્યો હતો. મોબાઈલ સ્નેચીંગ કરીને વેચી દેવાના ઈરાદે બે સ્નેચીંગ કર્યા હતાં. અગાઉ પણ તેનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ અને તેની સાથે કોણ સંકલાયેલું છે વગેરે મુદ્દાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News