લાખણીના ધુણસોલથી નાસતો ફરતો દુષ્કર્મનો આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-17 15:10:03
  • Views : 688
  • Modified Date : 2020-08-17 15:10:03

    લાખણી તાલુકાના ઘાણા ગામે 19 એપ્રીલ-2017 ના રોજ એક સગીરાને લગ્ન તેમજ જારકર્મ કરવાના ઈરાદે ધુણસોલ ગામના બે ઈસમોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે સગીરાની માતાએ 27 એપ્રિલ-2017 ના રોજ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ તથા પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ મુખ્ય આરોપી પબજી ઉર્ફે ચકાજી પ્રધાનજી ઠાકોર (ઉં.વ.23,રહે.ધુણસોલ,તા.લાખણી) ફરાર થઇ ગયો હતો. જે તહેવારોના સમયે ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં આગથળા પોલીસ પોલીસે બાતમીના આધારે આરોપીને ધુણસોલ ગામે તેના ઘરેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News