સુરતમાં મોજ શોખ માટે ચેઈન સ્નેચિંગ કરનારા અને અમદાવાદથી કાર લઈને બાઈક પર ચેઈન તોડનારા આરોપી ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-29 15:48:43
  • Views : 1327
  • Modified Date : 2020-10-29 15:48:43

            લોકડાઉન બાદ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ચેઈનસ્નેચરો બેફામ થતાં પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવીને 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી 5.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે જ આઠ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મળી છે.મોજશોખ ખાત આ ગેંગ દ્વારા ચેઈન સ્નેચિંગ કરવામાં આવતું હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.પકડાયેલા આરોપીઓની એક મોડસ ઓપરેન્ડી હતી. આરોપીઓ વહેલી સવારે અને રાત્રીના નવ વાગ્યા બાદ ગુનાને અંજામ આપતા હતા.નવા મોબાઈલ લેવા ,કપડા ખરીદવા તેમજ હરવા ફરવા માટેની ડિમાન્ડ પુરી કરવા ગુનાને અંજામ આપતા હતા.સુરત-અમદાવાદ માં 23 સ્નેચીગ, વાહન ચોરીના 4 અને અપહરણ નો 1 ગુનોમાં સંડોવાયા છે.ત્રણેય આરોપીઓ ત્રણ વાર પાસા હેઠળ ભુજ અને સુરત જેલમાં સજા કાપી ચુક્યા છે.મહોમ્મદ હુસેન શેખના અગાઉ ઉમરા પોલીસ સ્ટેશનમાં 2 અને ચોકબજાર, અઠવા અને ખટોદરામાં 1-1 ગુનો નોંધાય ચુક્યાં છે.ઉમરા પોલીસ સ્ટેશનના 5, ખટોદરાના બે અને રાંદેરનો એક ગુનો ઉકેલાયો છે,મોહિત પટેલના અગાઉ ઉમરામાં 4 , પાંડેસરામાં બે અને સચિન,લિંબાયત અને ખટોદરામાં 1-1 ગુનો નોંધાય ચુક્યો છે.અક્ષયના ખટોદરા-ઉમરામાં 2-2 , અને પાંડેસરા-ઉધનમાં 1-1 ગુનો અગાઉ નોંધાય ચુક્યો છે.કિરણના અગાઉ પાંડેસરા માં 3 ગુના નોંધાય ચુક્યા છે.ફોર વ્હીલ કાર લઈ સુરત ચેન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે.આરોપી ઉમેશ ઉર્ફે લાલા ગુલાબજી ખટિકની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદથી સુરત ફોર વ્હીલમાં આવી ત્યારબાદ ચોરીની મોટર સાયકલ પર ગુનાને અંજામ આપતો હતો.પોતાની ઓળખ છતિ ન થાય તે માટે મોંઘું હેલ્મેટ પહેરી ચેન સ્નેચિંગ કરતો હતો.વયવૃદ્ધ મહિલાઓને બનાવતો ટાર્ગેટ બનાવતો હતો.ચેઈન સ્નેચિંગ કરી ચોરીનું વાહન કામરેજ ચાર રસ્તા નજીક બિનવારસી મૂકી નાસી જતો હતો.ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન વાહન ચોરી અને ચેન સ્નેચિંગ ના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે.અમરોલી,ખટોદરા,અડાજણ સહિત સરથાણા વિસ્તારમાં ગુના કરી ચૂક્યો છે. અગાઉ આરોપી અમદાવાદ ના ચાંદખેડા ,સોલા હાઇકોર્ટ અને બોપલ પોલીસ મથકમાં ઝડપાઇ ચુકયો છે.જેમાં પંદર ચેન સ્નેચિંગ અને એક અપહરણ સહિત 16 ગુના આરોપીએ અચર્યા હતા.સુરતમાં પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે.ઉમરામાં 6,અડાજણ 1 અને વરાછા પોલીસ મથકમાં 1 ચેન સ્નેચિંગના ગુનામાં આરોપી અગાઉ ઝડપાઇ ચુકયો છે.

Download Our B K News Today App



Related News