નેનાવા નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત: એકનું મોત,એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 10:49:55
  • Views : 528
  • Modified Date : 2020-03-12 10:49:55

 ધાનેરાના નેનાવા નજીક હાઇવે પર બુધવારે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રકે બોલેરો ગાડીનો ખુરદો બોલાવી દીધો હતો.બોલેરોમા બેઠેલા એક યુવકનું મોત નિપજ્યુ જ્યારે બીજા મુસાફરની હાલત ગંભીર થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધાનેરાથી સાંચોર જતા નેશનલ હાઇવે પર બુધવારે સાંજે નેનાવાના વળાંકમાં નેનાવા તરફથી આવતી ટ્રક નં-જીજે-18-એ.ટી-9677 અને બોલેરો ગાડી નં જીજે-08-બી.એન-3443ને ટ્રક્કર મારતાં ગાડી કુચેકુચા ઉડી ગયા હતા. ગાડી ફંગોળાઇને પલ્ટી મારી જતાં રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલીક બોલેરોને ઉભી કરી બોલેરોમાંથી બે મુસાફરોને બહાર કાઢ્યા હતા.જેમાં સવાર મુળાભાઇ અમરાભાઇ પટેલ(ઉ.વ 38) નુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.જ્યારે રમેશભાઇ રૂપાભાઇ પટેલને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડ્યા હતા.ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News